DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

લૂંટારુએ આર્મગાર્ડની વાન પાછળ પોતાની ગાડી પાર્ક કરી હતી અને ત્યારબાદ બંદૂકની અણીએ લૂંટ મચાવી ફરાર થયો હતો આપણું ગુજરાત ન્યૂઝઓકલેન્ડના નોર્થ શોર પર આજે બપોરે કેશ-ઇન-ટ્રાન્ઝિટ વાન લૂંટ દરમિયાન “અપ્રમાણિત રકમ રોકડ” લૂંટાયા બાદ પોલીસે શોધખોળ શરૂ કરી છે. વાઇટેમાટા સીઆઈબીના ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર સિમોન હેરિસને જણાવ્યું હતું કે સુરક્ષા સ્ટાફ બર્કનહેડ એવન્યુ પર એક એટીએમ મશીનમાં ડિલિવરી કરી રહ્યા ...

બીજા વર્ષ કે અન્ય સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરનાર ઓનશોર સ્ટુડન્ટ વિઝા એપ્લિકન્ટ્સને પ્રથમ પ્રાથમિકતા અપાશે, અન્ય અરજીઓને ડેટ ઓર્ડર પ્રમાણે પ્રાથમિકતા અપાતી રહેશે ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશને (INZ) ન્યુઝીલેન્ડના વિદ્યાર્થીઓ પાસેથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા અરજીઓ ફાળવવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ માને છે કે નવી પદ્ધતિથી વધુ સુગમતા આવશે અને આ ઉનાળાની પ્રક્રિયાના સમયગાળા દરમિયાન વધુ કાર્યક્ષમ રીતે ...

સિવિલ એવિયેશન ઓથોરિટી દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જાણવા મળ્યું કે ડ્રોન ઓપરેટર દ્વારા ઘણાં નિયમોનું ઉલ્લંઘન કરાયું, જમીનથી કાનૂની મર્યાદા કરતા વધુ ઊંચાઈ પર ડ્રોન ઉડાવ્યું સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) દ્વારા કરાયેલા તપાસમાં બહાર આવ્યું છે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સ્કાય સિટી નજીક ડ્રોન ઓપરેટ કરાયું હતું. જે ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું અને તેની સમીક્ષામાં જાણવા મળ્યું ...

મે 2025થી સંપૂર્ણ સ્ટાફ સાથે ઓકલેન્ડ ક્વિન્સ સ્ટ્રીટ પર કોન્સુલેટ ઓફિસ કાર્યરત થશે, ટૂંક સમયમાં જ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મંજૂરી મળવાની શક્યતા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત સરકાર અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો વધુને વધુ ગાઢ બની રહ્યા છે અને તેના જ ઉપક્રમે છેલ્લા ઘણાં સમયથી ભારતીય ડાસ્પોરાની માંગણીને ધ્યાનમાં રાખીને ઓકેલન્ડ ખાતે કોન્સુલેટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. ઓકલેન્ડ કોન્સુલેટ ...

એક શિક્ષકે અજાણતાથી દરવાજો ખુલ્લો રાખતા 18 મહિના અને 2 વર્ષની ઉંમરના બે બાળકો બેસ્ટસ્ટાર્ટના માઉન્ટ ઇડન સેન્ટરમાંથી બહાર નીકળી ગયા, બાળકોના માતા-પિતા આઘાત હેઠળ ગુરુવારે બે નાના બાળકો ગુમ થયા બાદ ઓકલેન્ડ ડે કેરમાં બાળકોના માતા-પિતા આઘાત હેઠળ છે અને નારાજગી અનુભવી રહ્યા છે. તેમણે આ ઘટનાને “અસ્વીકાર્ય” અને “ભયાનક” ગણાવી છે. 18 મહિના અને 2 વર્ષની ઉંમરના બે ...

ભારતીયોના મોટાપાયે વિઝા નામંજૂર કરવામાં ન્યૂઝીલેન્ડ મોખરે, યુકે અને શેંગેન દેશોના વિઝા રિજેક્શન સૌથી વધુ, અમેરિકાના વિઝા રેજ્કશન રેટમાં આશ્ચર્યનજક ઘટાડો આપણું ગુજરાત ન્યૂઝ.વિદેશમાં જવાનું સપનું ઘણાં ભારતીયો જુએ છે પરંતુ દરેકને આ સફળતા મળતી નથી. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ભારતીયોએ વિઝા રિજેક્શનને પગલે 662 કરોડનું નુકસાન કર્યું છે. જેમાં શેંગેન કન્ટ્રીઝ ઉપરાંત યુએઇ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોના ...

મંગળવારે ઓકલેન્ડના પીહા બીચ પર દરિયા કિનારે ફસાઈ ગયા બાદ ગુમ થયેલા સ્વિમરની અભિષેક અરોરાની ઓળખ થઈ, યુવક અંબાલા શહેરનો વતની અને આઠ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડ આવ્યો હતો વેસ્ટ ઓકલેન્ડના પીહા બીચ ખાતે મંગળવારે એક યુવાન દરિયા કિનારે ગુમ થયા બાદ બેથલ્સ બીચ પર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકની ઓળખ ભારતીય મૂળના અભિષેક અરોરા તરીકે થઇ છે. 25 ...

કેટલાક વિઝિટર્સ વિઝા હોલ્ડર્સને મળ્યો ફેક ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડનો લેટર, એપ્રુવ વિઝા કેન્સલ કર્યા હોવાનો લેટરમાં ઉલ્લેખ ન્યુઝીલેન્ડની મુલાકાત લેવાની યોજના બનાવી રહેલા વિદેશીઓને કથિત રીતે નકલી ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) લેટર મળ્યા છે જેમાં જણાવાયું છે કે તેમના મંજૂર વિઝા નકારવામાં આવ્યા છે. એક વ્યક્તિએ ખાનગી ફેસબુક ગ્રુપ, ન્યુઝીલેન્ડ ટ્રાવેલ ટિપ્સમાં (NZTT) એક નકલી પત્રનો ફોટો શેર કર્યો હતો, જેમાં પૂછવામાં ...

નવેમ્બરમાં પૂરા થયેલા વર્ષમાં 127,833 ડિપાર્ચરનો રેકોર્ડ, નેટ માઇગ્રેશનમાં 30,600નો વધારો, મોટાભાગે લોકો ઓસ્ટ્રેલિયા માટે રવાના થયા ન્યૂઝીલેન્ડમાં રેકોર્ડ સંખ્યામાં રહેવાસીઓ દેશ છોડીને જઇ રહ્યા છે અને નવેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટરમાં પણ આ સિલસિલો યથાવત્ રહ્યો છે. જોકે માઇગ્રેશનને પગલે તેમાં સંખ્યા સરભર પણ થઇ રહી છે.જેનો વધારો એક વર્ષ પહેલાના રેકોર્ડ વધારા કરતાં એક ચતુર્થાંશ કરતાં પણ ઓછો થઈ ...

વેલિંગ્ટનમાં હાઇકમિશનર નીતા ભૂષણે તો ઓકલેન્ડમાં કોન્સુલ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ તિરંગો ફરકાવ્યો, ન્યૂઝીલેન્ડની વિવિધ પાર્ટીઓના નેતાઓ તથા ભારતીયો હાજર રહ્યા આપણું ગુજરાત ન્યૂઝ.ન્યૂઝીલેન્ડમાં વેલિંગ્ટન ખાતે આવેલી ઇન્ડિયન હાઇકમિશન અને ઓકલેન્ડ ખાતેની કોન્સુલેટ ઓફિસ ખાતે 76મા ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક ભારતીય મૂળના અને ન્યૂઝીલેન્ડના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. તો આ ઉપરાંત ભારતીય ...