DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઓકલેન્ડના માઉન્ટ ઈડન ખાતે વિશેષ જનરલ બોડી મીટિંગ સફળતાપૂર્વક સંપન્ન; બુજ્જે બાબુ નેલ્લુરી બન્યા પ્રેસિડેન્ટ, સાંઈ સુષ્વંત કોનિગેટિ (જનરલ સેક્રેટરી), દુર્ગા પ્રસાદ તાલા (ખજાનચી)ની પણ વરણી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ: માના આંધ્ર તેલુગુ એસોસિએશન (MATA) ઇન્કોર્પોરેટેડની વિશેષ જનરલ બોડી મીટિંગ 19 જૂન 2025 ના રોજ સાંજે 6:30 વાગ્યે માઉન્ટ ઈડન વોર મેમોરિયલ હોલ, ડોમિનિયન રોડ, ઓકલેન્ડ ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. ...

પાંચ કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલા કૌટુંબિક ઝઘડામાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ, લોકોને ઘણાં કલાકો સુધી ઘરની બહાર રહેવું પડ્યું તો સાંજે પાંચ કલાકથી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાયો ઓકલેન્ડના માઉન્ટ રોસ્કિલ વિસ્તારમાં આવેલ વ્હાઇટ સ્વાન રોડ પર બુધવારે બપોરથી મોડી સાંજ સુધી ચાલેલા પોલીસ સ્ટેન્ડ-ઓફ બાદ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના કૌટુંબિક હિંસાના બનાવને પગલે શરૂ ...

ભારત સહિત 9 દેશોને લિસ્ટ ઓફ ક્વોલિફિકેશન્સ એક્ઝેમ્પ્ટ ફ્રોમ એસેસમેન્ટ (LQEA)માંથી મુક્તિ મળશે, 23 જૂન 2025 થી અમલમાં આવશે, સ્કિલ્ડ કેટેગરીના એપ્લિકન્ટ્સને વધુ ફાયદો થશે ન્યુઝીલેન્ડ ઇમિગ્રેશને “લિસ્ટ ઓફ ક્વોલિફિકેશન્સ એક્ઝેમ્પ્ટ ફ્રોમ એસેસમેન્ટ (LQEA)” માં નોંધપાત્ર સુધારાઓની જાહેરાત કરી છે, જે 23 જૂન 2025 થી અમલમાં આવશે. આ અપડેટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી લાયકાતો ધરાવતા અરજદારો માટે ન્યુઝીલેન્ડમાં કામ કરવા અને ...

ઓકલેન્ડના શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં કેન્ડલલાઈટ વિજિલ યોજાઈ; ન્યુઝીલેન્ડના રાજકીય નેતાઓ અને ભારતીય સમાજના અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: દાયકાની સૌથી ઘાતક વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ઓકલેન્ડમાં ભારતીય સમુદાય શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં શોકગ્રસ્ત હૃદયે એકઠા થયો હતો. ગુરુવારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ એક રહેણાંક વિસ્તારમાં તૂટી પડેલા લંડન ...

રચના પોતાના પતિ રોઝર સાથે અમદાવાદની મુલાકાત બાદ લંડન જવા નીકળી હતી, વર્ષ 2016થી 2021 સુધી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહ્યું હતું દંપત્તિ ઇમ્પેરિયલ કોલેજની પૂર્વ વિદ્યાર્થિની રચના રોઝર ક્રિશ્ચિયનથી કોલેજ પરિવારમાં શોકની લાગણી આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદ/ઓકલેન્ડ: જીવનના સપનાઓ અને આશાઓને પાંખો આપવા નીકળેલા એક પ્રેમાળ દંપતી, રચના અને રોઝર ક્રિશ્ચિયન, અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે. આ હૃદયદ્રાવક ...

ઓગસ્ટ 2025 થી ‘વર્ક ટુ રેસિડેન્સ’ વિઝા માટે અરજી કરી શકાશે; 10 ટ્રેડ્સ વ્યવસાયોને Green Listના Work to Residence પાથવે હેઠળ સામેલ કરવામાં આવશે આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ સરકારે દેશમાં અત્યંત કુશળ કામદારોને આકર્ષવા અને તેમની કાયમી નિવાસની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જૂન મહિનામાં સરકારે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2025 થી 10 ટ્રેડ્સ ...

Scammers હવે પોલીસ અધિકારી બનીને અંગત માહિતી માંગે છે; પોલીસે તાત્કાલિક ફોન કાપી નાખવા અને 105 પર જાણ કરવા વિનંતી કરી આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર ‘નકલી પોલીસ’ (Fake Police) કૌભાંડના (Scam alert) કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈને સાચા પોલીસ અધિકારીઓએ ન્યૂઝીલેન્ડમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા અને આવા બનાવટી કોલર્સથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. છેલ્લા ...

રહેણાંક મિલકતોના મૂલ્યમાં સરેરાશ 9% નો ઘટાડો; આલ્બર્ટ-એડન જેવા કેન્દ્રીય વિસ્તારોને વધુ અસર, ગેરસમજણ ટાળવા રહેવાસીઓને જાણકારી આપવાનો Auckland Council પ્રયાસ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ઓકલેન્ડ કાઉન્સિલ આ અઠવાડિયે શહેરની 630,000 મિલકતો માટે નવા રેટિંગ મૂલ્યાંકન જાહેર કર્યા છે, જે ઓકલેન્ડવાસીઓ માટે તેમના પ્રોપર્ટી ટેક્સ પર સીધી અસર કરશે. મંગળવારથી ઓનલાઈન આ વિગતો ઉપલબ્ધ બનાવાઇ છે, જ્યારે શુક્રવારથી રેટપેયર્સને ઔપચારિક ...

પાંચ વર્ષ સુધીની મુલાકાત શક્ય, લાયક માઇગ્રેશન માટે ન્યૂઝીલેન્ડનું આકર્ષણ વધશે; રેસિડેન્સી માટેનો કોઇ વિકલ્પ ન અપાયો, ઇમિગ્રેશનના ફેસબુક પેજ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: ન્યૂઝીલેન્ડ સરકારે પરિવારોને એકસાથે લાવવા અને સ્કિલ્ડ માઇગ્રન્ટ્સ માટે ન્યુઝીલેન્ડના આકર્ષણને વધારવા માટે એક નવા લાંબા ગાળાના વિઝિટર વિઝા, ‘પેરેન્ટ બૂસ્ટ વિઝા’ની (Parents boost Visa, Parents VISA) જાહેરાત કરી છે. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે (Immigration New ...

ઓકલેન્ડ કાઉન્સિલ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી; કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારાયો આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: છેલ્લા એક વર્ષમાં ઓકલેન્ડની અગિયાર બોટલ શોપ્સ અને સ્ટોર્સ સગીરોને દારૂ વેચતા ઝડપાઈ છે. આ સ્ટોર્સને ‘સેલ એન્ડ સપ્લાય ઓફ આલ્કોહોલ એક્ટ 2012’ (Sale and Supply of Alcohol Act 2012) નું ઉલ્લંઘન કરવા બદલ તેમના દારૂ વેચવાના લાઇસન્સ ટૂંકા સમય માટે સસ્પેન્ડ કરવામાં ...