DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

33 વર્ષીય વ્યક્તિ પર એકથી વધુ વ્યક્તિએ હુમલો કર્યો હોવાનું પોલીસનું અનુમાન, સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી ઓકલેન્ડમાં ફરીથી એક વાર જીવલેણ હુમલામાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મીડોબેંકના સેન્ટ જ્હોન્સ રોડ પર આવેલા બસ સ્ટોપ પર ગઇકાલે રાત્રે 10 કલાકની આસપાસ જીવલેણ હુમલાની ઘટના બની હતી. પોલીસના મતે હુમલામાં એકથી વધુ વ્યક્તિઓ ...

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડની શુક્રવારની રાત ગુજરાતી પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. એક તરફ સાયક્લોન ટેમને પગલે વરસાદનો સામનો સમગ્ર શહેર કરી રહ્યું હતું ત્યાં વેસ્ટ ઓકલેન્ડના સ્ટીફન એવન્યુની નેફરાઇટ લેનમાં રહેતો ગુજરાતી પરિવાર આગની જ્વાળાઓથી પોતાના ઘરને બચાવી રહ્યો હતો. રાત્રે 8.20 કલાકની આસપાસ અચાનક જ કોઇ કારણસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ ઘરના ત્રીજા માળને સંપૂર્ણ ...

કારચાલકે અન્ય કાર પર કરેલા ગોળીબારમાં નિર્દોષ ભારતીય વિદ્યાર્થિની મારી ગઇ, વિદ્યાર્થીની ઓળખ હરસિમરત રંધાવા તરીકે થઈ હતી, જે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં મોહૌક કોલેજની વિદ્યાર્થીની હતી, કેનેડામાં ગોળીબારની ઘટનામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. પોલીસે આ માહિતી આપી. વિદ્યાર્થીની કામ પર જવા માટે બસ સ્ટેન્ડ પર ઉભી હતી ત્યારે બીજા વાહનમાં મુસાફરી કરી રહેલા એક કાર સવાર દ્વારા ચલાવવામાં ...

MetService એ કહ્યું, ભારે વરસાદને પગલે અચાનક પૂરની પણ શક્યતા, ઓકલેન્ડ શહેર, વેટાકેરે, ફ્રેન્કલિન, રોડની અને અલ્બેનીમાં લોકોને અસર ઓકલેન્ડ માટે ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં અચાનક પૂરનું ગંભીર જોખમ પણ વધુ ગયું છે. મેટ સર્વિસે જણાવ્યું છે કે નવા એલર્ટ પ્રમાણે ઓકલેન્ડ શહેર, વેટાકેરે, ફ્રેન્કલિન, રોડની અને અલ્બેનીમાં લોકોને અસર કરે છે. “તીવ્ર” વાવાઝોડા ...

ઓકલેન્ડમાં મોડી રાત્રે માત્ર 12થી 4.30 કલાક સુધીમાં વીજળીના કડાકા ભડાકાએ શહેરને ઘમરોળ્યું, માઉન્ટ રોસ્કિલથી લઇને અલ્બેની સુધી ભારે વરસાદ પડ્યો રાત્રે 1 વાગ્યે વીજળી ગુલ થઈ ગઈ, ઘરો ધ્રુજવા લાગ્યા, કારના એલાર્મ ઓટોમેટિક વાગ્યા, પાળતું પ્રાણીઓ ગભરાયા અને બીજું ઘણું બધું. મોડી રાત્રે મેઘરાજાએ ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડને વરસાદ અને વીજળીના કડાકાથી ધ્રુજાવી દીધું. વીજળીના કડાકા ભડકાને પગલે ...

બૈસાખીના દિવસે થયેલા અંગ્રેજ શાસકોના એ ખૂની ખેલનો ફિલ્મી પડદે પર્દાફાશ, આ ફિલ્મ રઘુ પલટ અને પુષ્પા પલટના પુસ્તક “ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર” થી પ્રેરિત અને ફરી એકવાર આ કેસરી રંગ અક્ષય કુમારે ઓઢ્યો અક્ષય કુમારની નવી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, જે લોકો દેશભક્તિ પર આધારિત ફિલ્મો જોવાનું પસંદ કરે છે તેમના માટે આ એક વાક્ય પૂરતું ...

ટીમ ઇન્ડિયાની કેટલીક માહિતી લીક કરવા મામલે કાર્યવાહી કરાયાની ચર્ચા આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં સમાપ્ત થયેલી પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) માં ભારતીય ટીમને 1-3 થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો અને શ્રેણી દરમિયાન ડ્રેસિંગ રૂમનીક કેટલીક ગંભીર ખબરોને લીક કરવાના મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કાર્યવાહી કરી છે. જેમાં ગુજરાતના વલસાડના ફિઝીકલ ટ્રેનર સોહમ દેસાઇ સહિત આસિસ્ટન્ટ ...

મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકની 13,500 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ, નીરવ મોદી સાથે મળીને PNB બેંકનું ફુલેકું ફેરવી નાસી છૂટયો હતો મેહુલ ચોક્સી બ્રસેલ્સ: પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમ પોલીસે હીરાના વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે. ચોક્સીની શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના આદેશ ...

‘Anko Double Walled Coffee Cups with Lids’ પ્રોડક્ટથી ગંભીર ઇજા થવાની સંભાવના, કસ્ટમરને રિફંડ આપવાનો આદેશ ઓસ્ટ્રેલિયામાં પણ કેમાર્ટ દ્વારા કોફી કપને માર્કેટમાંથી પાછા ખેંચાયા પ્રોડક્ટ સેફ્ટી ઓથોરિટી દ્વારા Kmartમાં વેચાતા અમુક કપ તાત્કાલિક પાછા ખેંચવાનો આદેશ કર્યો છે., ‘ગંભીર ઈજાનું જોખમ’ હોવાની ચેતવણી આપી છે અને ગ્રાહકોએ , જેમણે આ કપ ખરીદ્યા છે તેઓને રિફંડ માટે સૂચિત કરવામાં આવે ...

ઓક્ટોબર 2022 પછીનો સૌથી નીચા પોઇન્ટ પર OCR, ઓફિશિયલ કેશ રેટ 3.5 %, રિઝર્વ બેંકે ઓફિશિયલ કેશ રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 3.5% કર્યો છે, જે ઓક્ટોબર 2022 પછીનો સૌથી નીચા પોઈન્ટ પર છે. 2025 સુધી દર ઘટાડવાની બેંક દ્વારા પ્રતિબદ્ધતા બાદ અર્થશાસ્ત્રીઓએ 25bp ઘટાડાની સચોટ આગાહી કરી હતી. બેંકની નાણાકીય નીતિ સમિતિએ એક નિવેદનમાં નોંધ્યું હતું કે વાર્ષિક ફુગાવો ...