ઓકલેન્ડ સેન્ટ્રલની સાંસદ ઘણાં લાંબા સમયથી કેન્સરની બિમારીથી પીડિત હતા, જ્હોન કીના વડાપ્રધાનપદના કાર્યકાળ વખતે હતા નેશનલ મિનિસ્ટર આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડનેશનલ પાર્ટીના પૂર્વ મંત્રી નિક્કી કાયેનું 44 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કેન્સર સાથે લાંબી લડાઈ પછી સપ્તાહના અંતે મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું છે. તેણીને 2016 માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. પૂર્વ નેશનલ એમપી એવા નિક્કી ...
182 ખેલાડીઓ વેચાયા, 639.15 કરોડ ખર્ચ:ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, 13 વર્ષની ઉંમરે સદી ફટકારનાર વૈભવ 1.10 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા અને કુલ 182 ખેલાડીઓ ખરીદ્યા. હરાજીના પહેલા ...
IPL 2025 Mega Auction: પહેલા દિવસે 72 ખેલાડીઓ પર બોલી લાગી, તમામ 10 ટીમોના પર્સમાં કુલ 173.55 કરોડ રૂપિયા બાકી, વેંકટેશ ત્રીજો સૌથી મોંઘો ભારતીય, KKRએ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો IPL 2025ની મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. મેગા ઓક્શનના પ્રથમ દિવસે 72 ખેલાડીઓ વેચાયા હતા. આ હરાજીમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈતિહાસ રચ્યો હતો. પંત હવે IPL ...
Perth Test India Vs Australia : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ છોડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ...
હવે ન્યૂઝીલેન્ડના નાગરિકો હવે ચીનમાં ફ્રી વિઝા વિસ્તરણ હેઠળ 30 દિવસ સુધી રહી શકશે, વિઝા-મુક્ત પ્રવેશ 30 નવેમ્બર, 2024 થી 31 ડિસેમ્બર, 2025 સુધી અસરકારક ચીને ન્યુઝીલેન્ડના નાગરિકો માટે તેની વિઝા-મુક્ત નીતિના વિસ્તરણની જાહેરાત કરી છે, જેમાં 30 દિવસ સુધી રહેવાની છૂટ છે. આ નીતિ સામાન્ય ન્યુઝીલેન્ડ પાસપોર્ટ ધારકોને લાગુ પડે છે જે વેપાર, પર્યટન અથવા કૌટુંબિક મુલાકાતો માટે ચીનની ...
વર્ષ 2026 સુધીમાં સેફ્ટી ગ્લાસ લગાવી દેવાની યોજના, ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટ (AT), NZTA અને બસ ઓપરેટર્સ વચ્ચેનો સંયુક્ત પ્રોજેક્ટ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટની બસોમાં ડ્રાઇવર પર વધતા હુમલાને પગલે હવે સેફ્ટી ગ્લાસ લગાવવાનો નિર્ણય કરાયો છે. NZTA સમગ્ર પ્રોજેક્ટને ફંડ આપશે અને 2026 સુધીમાં બસોની અંદર સેફ્ટી ગ્લાસ લગાવવાની યોજના છે. હાલ 1000 કરતાં વધુ બસો ઓકલેન્ડના રોડ પર દોડી રહી ...
ભારતની પેસ બેટરીએ તમામ 10 વિકેટ ઝડપી, સ્ટાર્કે લડાયક 26 રન ફટકારતા ઓસ્ટ્રેલિયા 100ને પાર પહોંચ્યું, હર્ષિત રાણાને 3 વિકેટ, સિરાજને 2 વિકેટ મળી ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પહેલા મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે 46 રનની લીડ ...
જગદીશ કુમાર ધોબી નામના વર્કરને વીકના 70 કલાક નોકરી કરાવી, સતત પાંચ વીક સુધી 70 કલાકના રોસ્ટર પર કામ કર્યું અને માત્ર ચાર દિવસ વીક ઓફ મળ્યો, સેલરી ન ચુકવતા એમ્પ્લોયમેન્ટ રિલેશન ઓથોરિટી સામે પહોંચ્યો હતો કેસ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યુઝીલેન્ડમાં એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા હેઠળ વધુ એક શોષણનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં માલિકને જ દોષિત જાહેર કરાયો છે. ...
ઝડપાયેલો ડ્રાઇવર હેડ હંટર્સ ગેંગનો સભ્ય, પોલીસની હાજરીમાં એક યુવકે બહાદૂરીપૂર્વક આરોપી પાસેથી રાઇફલ છીનવી લીધી AR-15 સ્ટાઈલની એસોલ્ટ રાઈફલ તેમજ વાહનની અંદરથી મોટી માત્રામાં દારૂગોળો કબજે કર્યો ઓકલેન્ડના ગ્લેન ઇનસ ખાતે ઓવરસ્પીડિંગ કરી રહેલા વ્યક્તિની ધરપકડ કરાઇ છે. હવે સોશિયલ મીડિયામાં વ્યક્તિની ધરપકડ કરતો વીડિયો વાઇરલ થયો છે. એક વ્યક્તિએ ડ્રાઇવર પાસેથી રાઇફલ ઝૂંટવી લીધી હતી, તે ક્ષણ દર્શાવતો ...
ગૌતમ અદાણી પર 265 મિલિયન ડોલર અથવા લગભગ 2236 કરોડ રૂપિયાની લાંચ આપવાનો અને અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે તેને છુપાવવાનો આરોપ ભારતીય અબજોપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ તેમની કંપનીના રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના આરોપો છે. તેના પર અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર અથવા ...