બપોરે 2.30 કલાકે બસમાં હુમલાની ઘટના, પોલીસની 10 ટીમો હાજર, ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો, મોડી સાંજે પોલીસે પુષ્ટિ કરી કે ઘાયલ વ્યક્તિનું મોત થયું ઓકલેન્ડ બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ ફરીથી એકવાર ગુનેગારોના નિશાને આવી છે. બેફામ બનેલા તોફાની તત્વોએ બુધવારે બપોરે ઓકલેન્ડના ઓનેહંગામાં બસમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. જ્યાં ...
AEWV હોલ્ડર્સના પાર્ટનર્સને સૌથી મોટી રાહત, સૌથી મોટી કન્ડીશન એવી મેડિયન વેજમાં પણ ઘટાડો કરાયો, 2 ડિસેમ્બરથી લાગુ થશે, હવેથી મેડિયન વેજ NZD$25.29 પ્રતિકલાક આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડએમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા હોલ્ડર્સને ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે સૌથી મોટી રાહત આપી છે. કારણ કે આગામી 2 ડિસેમ્બરથી AEWV હોલ્ડર્સના પાર્ટનર્સને ઓપન વર્ક રાઇટ્સ આપવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે ઘણી મોટી રાહત માઇગ્રન્ટ્સ ...
ક્રાઇસ્ટચર્ચમાં આરોપીએ એપ્રિલ 2023ના રોજ પોતાના દીકરાને મળવા આવેલા વૃદ્ધને અજાણતાથી કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા, ક્રાઇસ્ટચર્ચ કોર્ટ દ્વારા 60 વર્ષીય મેવા સિંઘના આરોપીને સજા સંભળાવાઇ ક્રાઇસ્ટચર્ચના બહુચર્ચિત હત્યા કેસમાં આજે કોર્ટે આરોપીને સજા સંભળાવી છે. એપ્રિલ 2023માં ભારતથી આવેલા મેવા સિંઘને કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતારનાર જેડન કાહીને બે વર્ષની સજા ફટકારી છે. જેડન ...
‘ચોકર્સ’ દક્ષિણ આફ્રિકાનું સપનું ફરી તૂટ્યું, ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું, એમિલિયા કેરે બેટિંગમાં 43 રન તથા 3 વિકેટ ઝડપી વ્હાઇટ ફર્નને ચેમ્પિયન બનાવી ન્યૂઝીલેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. રવિવારે (20 ઓક્ટોબર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ હતો, ...
કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીનું નિવેદન : આંતરરાષ્ટ્રીય દમનનું આ સ્તર કેનેડાની ધરતી પર ન થઈ શકે. રશિયાએ જર્મની અને બ્રિટનમાં આવું કર્યું છે અને આપણે આ મુદ્દે મક્કમ રહેવું જોઈએ મોન્ટ્રીયલમાં કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ભારતની તુલના રશિયા સાથે કરી અને કહ્યું, ‘અમે અમારા ઈતિહાસમાં આવું ક્યારેય જોયું નથી. આંતરરાષ્ટ્રીય દમનનું આ સ્તર કેનેડાની ધરતી પર ન થઈ ...
31 ઓક્ટોબરથી નવો ફેરફાર અમલમાં આવશે, હવેથી બીજી વખત MEPV નહીં મળી શકે, લેબર સરકારે જુલાઇ 2021માં MEPV શરૂ કર્યું હતું 31 ઑક્ટોબર 2024 થી, લોકો હવે બીજા માઇગ્રન્ટ એક્સપ્લોઇટેશન પ્રોટેક્શન વર્ક વિઝા (MEPV) માટે અરજી કરી શકશે નહીં. જુલાઈ 2021માં રજૂ કરાયેલા આ વિઝાનો હેતુ ન્યૂઝીલેન્ડમાં કાયદેસર રીતે રહીને માઇગ્રન્ટ્સ શોષણની પરિસ્થિતિઓમાંથી પોતાને બચાવી શકે તેમાં મદદ કરવાનો હતો. ...
વિદેશી હસ્તક્ષેપ આયોગ સમક્ષ પોતાની જુબાનીમાં ટ્રુડોએ પોતે સ્વીકાર્યું છે કે જ્યારે તેમણે શરૂઆતમાં આ મામલો ઉઠાવ્યો ત્યારે તેમની સરકાર પાસે ભારત વિરુદ્ધ મજબૂત પુરાવા નહોતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હતા. ટ્રુડોના આ આરોપને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલમાં તણાવના સમયગાળામાંથી પસાર ...
ચીફ જસ્ટિસના ઓર્ડરથી બની નવી મૂર્તિ, હેતુ એ સંદેશ આપવાનો છે કે દેશમાં કાયદો આંધળો નથી અને તે સજાનું પ્રતીક નથી બુધવારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ન્યાયની દેવીની પ્રતિમાની આંખ પરની પટ્ટી હટાવી દેવામાં આવી છે અને તેમના હાથમાં તલવાર બંધારણ દ્વારા બદલવામાં આવી છે. આ પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી ...
વેલિંગ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટે હાર્લી ફાંગાને પાંચ વર્ષથી વધુની જેલની સજા સંભળાવી, નવેમ્બર 2023માં ચોરેલી કાર દ્વારા ફાંગાએ અનિતા રાનીને લોઅર હટ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો ભારતીય મહિલાના મોત બાદ પણ ફાંગાને નથી કોઇ અફસોસ- વેલિંગ્ટન કોર્ટના જજની ટિપ્પણી, જેલમાં ફોન ટ્રાન્સસ્ક્રિપ્ટ પરથી સામે આવ્યું કે અનિતા રાનીને અપશબ્દો કહ્યા 16 નવેમ્બર 2023ના રોજ વેલિંગ્ટનનના લોઅર હટ વિસ્તારમાં ભારતીય મહિલા અનિતા ...
સમગ્ર દેશમાં હાઉસિંગ માર્કેટ હાલ શાંત જોવા મળી રહ્યું છે. જ્યાં કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને વેચાણ માટે વધુ ઘરો મોજુદ છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં માત્ર આટલી જ મુશ્કેલીઓ નથી પરંતુ ઘર વેચવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે. રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ (REINZ) અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં ઘરની કિંમતમાં 0.4%નો ઘટાડો થયો છે. ઘરની સરેરાશ કિંમત હવે $781,000 ...