ગૌતમ અદાણી પર 265 મિલિયન ડોલર અથવા લગભગ 2236 કરોડ રૂપિયાની લાંચ આપવાનો અને અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે તેને છુપાવવાનો આરોપ ભારતીય અબજોપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ તેમની કંપનીના રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના આરોપો છે. તેના પર અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર અથવા ...
GSAT-N2 કોમ્યુનિકેશન સેટેલાઇટ 32 યુઝર બીમથી સજ્જ, 8 સાંકડી સ્પોટ બીમ અને 24 વાઈડ સ્પોટ બીમનો સમાવેશ, સમગ્ર ભારતમાં સ્થિત હબ સ્ટેશનો દ્વારા સપોર્ટ કરવામાં આવશે SpaceXના ફાલ્કન9 એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના GSAT-20 સંચાર ઉપગ્રહને લઈને મંગળવારે કેપ કેનાવેરલ, ફ્લોરિડાથી ઉડાન ભરી હતી. 4,700 કિગ્રાનો ભારતીય ઉપગ્રહ ભારતના સંચાર માળખાને વધારવા માટે રચાયેલ છે, જેમાં 14 વર્ષની ...
ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે 295 ઇલેક્ટોરલ વોટ તો કમલા હેરિસે જીત્યા 226 ઇલેક્ટોરલ વોટ, ડોનાલ્ડ ટ્રમ્પ 132 વર્ષમાં પ્રથમ એવા નેતા છે જેમણે એકવાર હાર્યા બાદ પણ ચૂંટણી જીતી યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને હરાવીને જંગી જીત નોંધાવી છે. તેઓ બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ...
શીખ શ્રદ્ધાળુઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, બંને દેશો વચ્ચે ફરીથી સમજૂતિ કરાર પર સહમતિ કરતારપુર સાહિબ જતા ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે દિવાળી પહેલા એક ખુશીના સમાચાર આવ્યા છે.ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત થઈ હતી. જેમાં કરતારપુર સાહિબ કોરિડોર પરના કરારને પાંચ વર્ષ માટે લંબાવવા પર સહમતિ બની છે. કરતારપુર સાહિબ કોરિડોર ...
6 દિવસમાં હિઝબુલ્લાહના 440 આતંકીઓ માર્યા ગયા, નેતન્યાહુએ કહ્યું- ફ્રાન્સના રાષ્ટ્રપતિને શરમ આવવી જોઈએ, બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલએનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જી ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને નેતન્યાહુ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલે ...
જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ કહ્યું કે સાંજે ઇઝરાયેલ પરનો હુમલો “નિષ્ફળ” રહ્યો હતો. તેના સમર્થન માટે અમેરિકાનો ...
વિલિયમ્સ અને વિલ્મોર આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરશે, નવા અવકાશયાયાત્રી હેગ અને ગોર્બુનોવનું ISS પર આગમન સુનીતા અને વિલ્મોર આ વર્ષે જૂનમાં ISS ગયા હતા. ત્યારથી તે ત્યાં જ રહે છે. તેમને પાછા લાવવા માટે, ક્રૂ-9 મિશન શરૂઆતમાં 26 સપ્ટેમ્બરે શરૂ થવાનું હતું. પરંતુ, ખરાબ હવામાનને કારણે તેને 28 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. સુનીતા વિલિયમ્સ અને તેના ...
“હસન નસરાલ્લાહ હવે વિશ્વને આતંકિત કરી શકશે નહીં.” ઈઝરાયેલે હિઝબુલ્લાના વડા નસરાલ્લાહને નિશાન બનાવ્યો, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ટ્વિટ કરીને આપી જાણકારી ઈઝરાયલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને મોતને ગાટ ઉતાર્યો છે. ઇઝરાયલની સૈનિક દળોએ બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં 6 લોકો માર્યા ગયા. આ હુમલામાં હસન નસરાલ્લાહની પુત્રી ઝૈનબ નસરાલ્લાહનું પણ મોત થયું છે. IDFએ સોશિયલ મીડિયા પર ...
ન્યૂઝીલેન્ડની ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા કેટલાક ચાઇનીઝ નાગરિકોની પૂછપરછ બાદ મામલો ગંભીર બન્યો, ચીને થોડા સમય પહેલા જ ન્યૂઝીલેન્ડને અન્ય દેશોના એજન્ડા ન થોપવાની ધમકી આપી હતી, ચીનની ટોચની જાસૂસી એજન્સીએ ન્યુઝીલેન્ડ પર દેશમાં ચીની નાગરિકોને હેરાન કરવાનો અને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. ચીનના દૂતાવાસ દ્વારા થોડા દિવસો પહેલા આવી જ ચિંતા વ્યક્ત કર્યા બાદ રાજ્ય સુરક્ષા મંત્રાલયે આ ઓનલાઈન પોસ્ટ ...
DF-41 મિસાઈલ 31 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે 12 હજાર કિમીના અંતરે પડી, ચીનનો દાવો, સચોટ નિશાને થયું પરીક્ષણ, ઓસ્ટ્રેલિયા નજીક પેસિફિક મહાસાગરમાં મિસાઇલનું પરીક્ષણ 44 વર્ષ બાદ ચીને તેની ICBM મિસાઈલનું સંપૂર્ણ રેન્જનું પરીક્ષણ કર્યું. એટલે કે મિસાઈલને તે રેન્જ સુધી છોડવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ DF-41 મિસાઇલ છે. આ મિસાઈલ 12 હજાર કિમીનું અંતર પાર ...