DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પીએમ મોદી QUAD સંમેલનમાં ભાગ લેશે, વર્ષ 2025નું QUAD સંમેલન ભારતમાં યોજાશે, 23 સપ્ટેમ્બરે પીએમ મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર 2024’ને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ...

શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, લગભગ 2800 લોકો ઘાયલ, ઈરાનના રાજદૂત પણ ઘાયલ લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે (17 સપ્ટેમ્બર)ના રોજ થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. લેબનીઝ મીડિયાના અહેવાલો અનુસાર, હિઝબુલ્લાહ લડવૈયાઓ અને અન્ય લોકો દ્વારા પેજરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોને કારણે લગભગ 2800 લોકો ઘાયલ થયા છે. હવે આ મામલે હિઝબુલનું નિવેદન પણ સામે આવ્યું ...

યુક્રેનની પ્રથમ સત્તાવાર મુલાકાતે PM નરેન્દ્ર મોદી, 4 વર્ષમાં ચોથી વખત ઝેલેન્સકીને મળશે, પોલેન્ડ બાદ યુક્રેનનું મહત્વપૂર્ણ પ્રવાસ, જાણો કેમ છે આ મુલાકાત ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે જવાના છે. તે પહેલા પોલેન્ડ જશે જ્યાં તે 21 અને 22 ઓગસ્ટ વિવિધ બેઠકોમાં ભાગ લેશે. આ પછી તેઓ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે અને આ પ્રથમ વખત છે ...

ફિજીમાં ભારતના રાષ્ટ્રપતિએ ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી, રાષ્ટ્રપતિએ ફિજીની સંસદને સંબોધિત કરી; ક્લાઇમેટ જસ્ટિસ માટે ભારત ફિજી અને અન્ય મહાસાગરના દેશો સાથે ખભે ખભા મિલાવીને ઊભું રહેશે PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને અભિનંદન પાઠવ્યા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આજે સવારે (6 ઓગસ્ટ, 2024) નાદીથી સુવા, ફિજી પહોંચ્યા હતા, જ્યાં તેઓ ગઈકાલે ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની તેમની રાજ્ય મુલાકાતના પ્રથમ તબક્કામાં ઉતર્યા ...

બે દિવસીય પ્રવાસ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ ફિજીની સંસદને પણ સંબોધી, રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ રતુ વિલિયમ કેટોનીવેરે અને વડા પ્રધાન સિટિવેની રાબુકા સાથે પણ બેઠક કરશે કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ.ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ તેમની બે દિવસીય રાજ્ય મુલાકાત માટે ફિજી પહોંચ્યા છે. તેઓ નાદી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં જ્યાં તેમનું નાયબ વડાપ્રધાન અને પર્યટન મંત્રી વિલિયમ ગાવોકા, તુરાગા ...

શેખ હસીના લશ્કરી હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થયા, બાંગ્લાદેશની સેનાએ વડા પ્રધાન શેખ હસીનાને તેમના પદ પરથી રાજીનામું આપવા માટે 45 મિનિટનો અલ્ટીમેટમ આપ્યું હતું બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ હવે દેશની કમાન સેનાના હાથમાં છે. બાંગ્લાદેશની સેનાએ વડા પ્રધાન શેખ હસીનાને તેમના પદ પરથી રાજીનામું આપવા માટે 45 મિનિટનો અલ્ટીમેટમ આપ્યો હતો. ...

ઈઝરાયેલે 7 ઓક્ટોબરના ખૂની ખેલનો બદલો પૂરો કર્યો, તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી, તેનું ઘર ઉડાવી દીધું ઈઝરાયેલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા રક્તપાતનો બદલો પૂર્ણ કરી લીધો છે. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઈઝરાયેલે બુધવારે વહેલી સવારે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી છે. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાની હત્યા ગાઝા, પેલેસ્ટાઈન કે ...

ગેરકાયદે ઘૂસણખોરી કરતા મોટાભાગના ઉત્તર ગુજરાતના વતની, તમામ લોકોને ડિપોર્ટ કરાશે, લેટિન અમેરિકાના દેશોમાં થઇ અસાયલમ લેવાનો નિષ્ફળ પ્રયાસ વિદેશનું વળગણ હજું ભારતીયોમાં ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું અને તેમાંય ઉત્તર ગુજરાતમાંથી અમેરિકા જવાની ઘેલછા ક્યારેય ઓછી નહીં થાય. એકતરફ ચૂંટણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરત ફરે તેવી શક્યતાઓ વચ્ચે યુએસ-મેક્સિકો બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી વધી ગઇ છે. તાજેતરના ...

સિંગાપોરના પાસપોર્ટ દ્વારા 195 દેશોમાં વિઝા ઓન એરાઇવલની સુવિધા, ટોપ ટેનમાં યુરોપિયન દેશોએ બાજી મારી ન્યૂઝીલેન્ડ પાસપોર્ટથી 190 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, ભારતીય પાસપોર્ટથી 58 દેશોમાં વિઝા ઓન એરાઇવલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોર અગાઉના મૂલ્યાંકનમાં ટોચનું સ્થાન ધરાવતા છ દેશોમાંથી દૂર થઈ ગયું છે અને હવે તે એકલા આગળ છે, જેમાં પાસપોર્ટ ધરાવતા નાગરિકો પાસે વિશ્વભરના કુલ 227 વિઝા ...

US Secret Serviceના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું, ટ્રમ્પની પાર્ટીએ નિર્ણયની કરી પ્રશંસા US Secret Serviceના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે (Director Kimberly Cheatle) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઘાતક હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. રિપબ્લિકન પાર્ટી તરફથી તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું ...