અમેરિકન આર્મીનું સી-17 ગ્લોબમાસ્ટર અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું, અમેરિકાથી ડિપોર્ટ દરેકનો હવાલો પોલીસને સોંપાશે, કબૂતરબાજો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા


USA Deportation અમેરિકાના સપનાને સાકાર કરવા ડોંકી રૂટથી પહોંચેલા ભારતીયોને ભારત મોકલી આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સૂકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા 104 ભારતીયો ડિપોર્ટ કર્યા છે. આ ભારતીયોને લઇ વિમાન પંજાબના અમૃતસર પહોંચી ગયું હતું. ત્યાંથી 33 ગુજરાતીને ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે. ઇમિગ્રેશન અને એરપોર્ટ પોલીસે તમામની સત્તાવાર રીતે અટકાયત કરી તેનો હવાલો સ્થાનિક પોલીસને સોંપશે. બીજી તરફ, આ લોકો પરત ભારત આવતા જ તેમને ખોટી રીતે અમેરિકામાં ઘૂસાડનાર એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ગુરુવારે સવારે અમૃતસરથી અમદાવાદ લાવવામાં આવશે. ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ મહેસાણા, પાટણ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ અને બનાસકાંઠા જિલ્લાના હોવાની વિગતો સામે આવી રહી છે. એરપોર્ટ પરથી તમામ લોકોને સ્થાનિક જિલ્લા પોલીસને સોંપવામાં આવશે અને સ્થાનિક પોલીસ આ દિશામાં તપાસ કરશે.
USની ટ્રમ્પ સરકારે ડિપોર્ટ કરેલા 205 ભારતીયોમાં 33 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે. આ ગુજરાતીમાં 14 નાગરિકો ગાંધીનગર જિલ્લાના છે. તેમાં પણ સૌથી વધુ માણસા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પરિવારો હોવાની વિગતો સૂત્રોમાંથી જાણવા મળે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ તેમના દેશમાં વર્ષોથી ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીય સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો.
આ ડિપોર્ટ કરાયેલા નાગરિકોમાં મહેસાણા તાલુકાના ૭, વિજાપુર તાલુકાના ૩, વિસનગર તાલુકાના એકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના પાંચ અને બનાસકાંઠાના એકને ભારત પરત કરાયા છે.
મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નડિયાદ, સુરતના રહેવાસીઓ છેલ્લા એક વર્ષથી માંડીને પંદર દિવસના ગાળામાં યેનકેન પ્રકારે અમેરિકામાં મેક્સિકો બોર્ડર મારફતે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા પકડાયા હતા અને શરણાર્થી કેમ્પમાં એમને રાખવામાં આવ્યા હતા.
Leave a Reply