બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા


ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. પાલનપુર, વડગામ, ડીસા સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. 4.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો હોવાની વિગતો છે.
ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ગુજરાતના પાટણ અને બનાસકાંઠા, મહેસાણામાં રાત્રે 10.15 મિનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, આપને જણાવીએ કે, કેન્દ્રબિંદુ પાટણથી 13 કિ.મી. દૂર નોંધાયો છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી સુધી ભૂકંપની અસર અનુભવાઈ છે
Leave a Reply