DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ગુજરાતના 7 જિલ્લામાં ધોધમાર વરસાદ, રાજ્યના 244 તાલુકામાં મેઘમહેર

Gujarat Rain, Weather department, Rain Orange alert, Gujarat, IMD Forecast, Heavy rain,

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું,વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડાયા, નવસારીના ખેરગામમાં 14 ઈંચથી વધુ વરસાદ

Gujarat Rain, Weather department, Rain Orange alert, Gujarat, IMD Forecast, Heavy rain,

હવામાન વિભાગે 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સામાન્ય જીવન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

રાજ્યના 244 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીના ખેરગામમાં 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ડાંગમાં પણ 10 ઈંચથી વધુ પાણી પડ્યું છે. કપરાડા અને વઘઈમાં પણ 10 ઈંચ વરસાદ થયો છે, જેને કારણે સ્થાનિક વાસીરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિશાળ વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ધરમપુર અને ડેડિયાપાડામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ અને સાગબારામાં પણ 9 ઈંચ વરસાદ પડ્યો છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે સુબીર, મુળી, અને વાંસદા ખાતે 8 ઈંચથી વધુ વરસાદ પડવાથી હાલાકી સર્જાઈ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. .. તો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,દ્વારકા, જામનગર, રાજકોટ,બોટાદ, સુરેન્દ્રનગર,મોરબી, અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ, વલસાડમાં આજે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. તો નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ  જાહેર કર્યુ છે. મધ્ય ગુજરાતને પણ આજે મેઘરાજા મનમૂકીને ઘમરોળશે. આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલમાં આજે મન મુકીને વરસી શકે છે મેઘરાજા. તો છોટા ઉદેપુર અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન છે.

સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો દીવમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.