DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ, કરો સોમનાથના દર્શન અને જાણો શ્રાવણનું મહત્વ

Shravan Month, Somnath Darshan, Mahadev, Blessings, Somnath temple, Gujarat,

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા, પ્રથમ સોમવારે ભક્તોની લાંબી ભીડ જોવા મળી, હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

સોમનાથ મંદિરના લાઇવ દર્શન કરવા અહીં ક્લિક કરો

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને પહેલા સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આખું શિવાલય સોમનાથ દાદાના જયકારાથી ગૂંજી ઉઠ્યું હતું અને દૂર દૂરથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને મહાદેવ ભક્તો માટે સોમનાથ મંદિર દ્વારા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારે મંદિર દ્વાર ખુલતા જ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને ભગવાન ભોળાનાથ વિશેષ શૃંગાર કરવામા આવ્યો હતો અને વિશેષ પૂજા આરતી કરવામાં આવી હતી.

શ્રાવણ અને શિવનું મહત્વ

  • પવિત્રતાનો મહિનો: શ્રાવણ હિન્દુ પંચાંગનો પાંચમો મહિનો છે અને તેને સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક ગણવામાં આવે છે. આ માસ ભગવાન શિવને સમર્પિત છે.
  • ધાર્મિક પ્રસંગો: આ મહિનામાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા અનેક મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જે તેની પવિત્રતામાં વધારો કરે છે.
  • પ્રકૃતિ અને શાંતિ: શ્રાવણ ચોમાસાનો મહિનો હોવાથી ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે, જે મનને શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે.
  • વિષ્ણુનો યોગ નિદ્રા કાળ: એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોય છે, અને આ સમય દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે. આથી શિવ ભક્તો માટે આ મહિનો વિશેષ બની રહે છે.
  • શ્રવણ નક્ષત્ર: શ્રાવણ નામ ‘શ્રવણ નક્ષત્ર’ પરથી આવ્યું છે, જે આ મહિનાની પૂનમના દિવસે હોય છે. આ મહિનામાં આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા (શ્રવણ કરવું) અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો પૃથ્વી પરનો પ્રાદુર્ભાવ પણ શ્રાવણ માસમાં થયો હતો.

શ્રાવણમાં શિવ પૂજાનું મહત્વ:

  • શિવને પ્રિય માસ: શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે એવું મનાય છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી તેઓ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
  • સમુદ્ર મંથન: પૌરાણિક કથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ‘હલાહલ’ (વિષ) ભગવાન શિવે શ્રાવણ મહિનામાં ગ્રહણ કર્યું હતું. આ વિષની તીવ્રતા શાંત કરવા માટે દેવોએ શિવજી પર જળ અર્પણ કર્યું હતું. આ કારણે શ્રાવણમાં શિવલિંગ પર જળાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે.
  • માતા પાર્વતીની તપસ્યા: એવી પણ કથા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે શ્રાવણ માસમાં કઠોર તપસ્યા કરી હતી, જેનાથી શિવ પ્રસન્ન થયા અને તેમની મનોકામના પૂર્ણ કરી. આ કારણે પણ શ્રાવણ શિવજીને અત્યંત પ્રિય છે. અપરિણીત કન્યાઓ સારા પતિ માટે અને પરણીત સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય માટે આ માસમાં વ્રત રાખે છે.
  • શ્રાવણ સોમવાર: શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ છે, કારણ કે સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે વ્રત રાખવા અને પૂજા કરવાથી ભક્તોને દીર્ઘાયુષ્ય, ધન, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
  • પૂજા વિધિ: શિવ પૂજામાં જળાભિષેક (જળ, દૂધ, ગંગાજળથી), બિલ્વપત્ર, ધતૂરો, ભાંગ, સફેદ ચંદન, ભસ્મ વગેરે અર્પણ કરવામાં આવે છે. ‘ૐ નમઃ શિવાય’ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ ખૂબ ફળદાયી મનાય છે.
  • લાભ: શ્રાવણમાં શિવની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે, રોગો અને શત્રુઓથી રક્ષા મળે છે, સુખ, સમૃદ્ધિ, સંતાન સુખ અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

આમ, શ્રાવણ માસ ભગવાન શિવની કૃપા મેળવવા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.

બિલ્વ પત્ર સુવિધા જે રૂ.25 માં ટ્રસ્ટની વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવી

સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું હતું કે ખાસ કરીને બિલ્વ પત્ર સુવિધા જે રૂ.25 માં ટ્રસ્ટની વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવી હતી. જે પૂજાનો લાભ શ્રાવણ માસમાં 3 લાખથી વધુ લોકો ઘર બેઠા લેવાના છે. ઉપરાંત પ્રસાદ અને પૂજાવિધિના કાઉન્ટર પણ બમણા કરી દેવામાં આવ્યા છે. તે સિવાય બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝન પણ સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય તેમના માટે પણ ખાસ ગોલ્ફ કાર્ટ સુવિધા ઉપલબ્ધ છે ત્યારે આ વર્ષે અલગ રંગની ગોલ્ફ કાર્ટ સિનિયર સિટીઝન માટે રિઝર્વ રાખવામાં આવશે. મંદિર આવવાના મુખ્ય માર્ગને પણ વન વે કરી દેવામાં આવ્યો છે. જેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય.