EXIT POLLમાં કોંગ્રેસની સરકાર બને તેવા એંધાણ હતા પરંતુ મતગણતરીના ટ્રેન્ડ ઉલટા પડ્યા


હરિયાણા વિધાનસભાની 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું અને મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણામાં 90 બેઠકો માટે 464 અપક્ષ અને 101 મહિલાઓ સહિત કુલ 1,031 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણામાં શરૂઆતના વલણો બદલાઈ રહ્યા હોય તેવું લાગે છે. હરિયાણામાં થોડા સમય પહેલા કોંગ્રેસ આગળ હતી, હવે ભાજપ બહુમતનો આંકડો હાંસલ કરી લીધો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણામાં આજે યોજાયેલી ચૂંટણીમાં મુખ્યમંત્રી નયબ સિંહ સૈની, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસના વિનેશ ફોગટના ભાવિનો નિર્ણય થશે.


હરિયાણામાં 90 બેઠકો માટે 464 અપક્ષ અને 101 મહિલાઓ સહિત કુલ 1,031 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠકો પર 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં 67.90 ટકા મતદાન થયું હતું. આ વખતે ભાજપ રાજ્યમાં જીતની હેટ્રિકની આશા રાખી રહ્યું છે જ્યારે કોંગ્રેસ એક દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા રાખી રહી છે. આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, INLD-BSP અને JJP-આઝાદ સમાજ પાર્ટી સામેલ છે.
ભારતીય ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જુઓ પરિણામ
https://results.eci.gov.in/AcResultGenOct2024/partywiseresult-S07.htm
Leave a Reply