DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

દિલ્હીમાં મોટું રાજકીય પરિવર્તન, AAP ધારાસભ્ય, કાઉન્સિલર BJPમાં જોડાયા

AAP, BJP, rajkumar Anand, Kartar Singh Tanwar, Loksabhar election 2024,

પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સહિત ઘણા નેતાઓ ભાજપમાં સામેલ, AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ

આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

તાજેતરમાં એપ્રિલમાં રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકુમાર આનંદની લોકસભા ચૂંટણીમાં થઇ હતી કારમી હાર
તમને જણાવી દઈએ કે રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. બીજેપીના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78370 વોટથી જીત મેળવી હતી. તેમને 453185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 374815 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા..

પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ ​​કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા.