રેસ્ટોરન્ટમાં ભાગીદારી આપવાના નામે માલિકને 19 વર્કર્સે $26000 થી $60000ની ચુકવણી કરી
દિવસના 17 કલાક સુધી કામ કર્યું હોવા છતાં પણ બે મહિના સુધી માલિકે પગાર જ ન આપ્યો
આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
19 ભારતીય માઇગ્રન્ટ્સના ગ્રૂપ દ્વારા દાવો કર્યો છે કે તેઓને ઓકલેન્ડ રેસ્ટોરન્ટ ચેઇન ડાકુ કબાબમાં કોઈ પગાર વિના દરરોજ 17 કલાક સુધી ગુલામ જેવી પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવે છે. આ જૂથ દ્વારા દાવો કરાયો છે કે દરેકે વર્ક વિઝા માટે $26,000 અને $60,000 ની વચ્ચે ચૂકવણી કરી છે અને તેમને બિઝનેસમાં ભાગીદારી આપવા અંગેના વચનો કરાયા હતા જોકે હવે તેઓને લાગે છે કે તેઓ હવે ખરાબ રીતે ફસાયા છે.
તેઓએ કહ્યું કે તેઓ મદદ માટે શીખ ગુરુદ્વારામાં ગયા હતા, અને ગુરુદ્વારા હવે તેમને ગ્રોસરી પૂરી પાડે છે. સુપ્રીમ શીખ સોસાયટીના પ્રવક્તા દલજીત સિંહે જણાવ્યું હતું કે કામદારો “માનસિક રીતે સારી સ્થિતિમાં નથી”. ધ મિનિસ્ટ્રી ઓફ બિઝનેસ, ઇનોવેશન અને એમ્પ્લોયમેન્ટ (Mbie) એ પુષ્ટિ કરી હતી કે તેને ડાકુ કબાબ ખાતે કથિત માઇગ્રન્ટ્સ એક્સપ્લોઇટેશન અંગે ફરિયાદો મળી હતી અને આ બાબત તેની તપાસ ટીમને મોકલવામાં આવી હતી.
ડાકુ કબાબ સમગ્ર ઓકલેન્ડમાં પાંચ આઉટલેટ ધરાવે છે. તેના બે ડાઇરેક્ટરમાંથી એક એવા સૌરવે તમામ આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા હતા.
24 વર્ષીય ખ્વાઇશ સિંઘ જણાવ્યું હતું કે તેણે તેના વિઝા અને ડાકુ કબાબમાં નોકરી માટે $26,000 ચૂકવ્યા હતા, અને દાવો કર્યો છે કે પ્રથમ બે મહિના સુધી 17-કલાક દિવસ કામ કરવા છતાં તેમને કોઈ ચૂકવણી મળી નથી. તેની સાથે અન્ય ત્રણ કામદારો – પરતાબ સિંહ, 26, નરેન્દ્ર સિંહ, 33 અને હર્ષ સિંહ, 27 – પાપાટોટોમાં રહે છે અને ગુરુદ્વારા મળેલી ગ્રોસરીઝ પર જીવન ગુજારી રહ્યા છે.
Leave a Reply