ન્યૂઝીલેન્ડ વૈષ્ણવ પરિવારે બ્લોક હાઉસ બેમાં આયોજિત કર્યા ખાસ દર્શન, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા


ધર્મેન્દ્ર બાબરિયા. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ ઓકલેન્ડ શહેરમાં આવેલ બ્લોક હાઉસ બે ખાતે ન્યૂઝીલેન્ડ વૈષ્ણવ પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ઠાકોરજીના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ખાસ કરીને મોરપીંછનો ઉપયોગ કરીને એક અત્યંત કલાત્મક હિંડોળા ઉત્સવ ખૂબ જ મહેનતથી તૈયાર કરવામાં આવ્યો હતો.
આ કલાત્મક મોરપીંછના હિંડોળામાં ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા, અને વૈષ્ણવો દ્વારા સંગીતની સુમધુર શૈલીમાં ધૂન, ભજન, કીર્તન અને યમુનાજીની આરતીના મધુર ગીતો ગાવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજર રહીને સત્સંગ અને દર્શનનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ન્યૂઝીલેન્ડ વૈષ્ણવ પરિવારે મોરપીંછના હિંડોળા ઉત્સવમાં હિલોળા સમિતિ, ફૂલ સેવા સમિતિ, પ્રસાદ સેવા સમિતિ અને સત્સંગ મંડળ સહિતના તમામની સેવાઓને બિરદાવી હતી. તમામ વૈષ્ણવોને આવકારવામાં આવ્યા હતા અને સૌએ દર્શનનો આનંદ લીધો હતો.











Leave a Reply