DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

હવે ઓકલેન્ડ એરપોર્ટ સ્ટોર પણ નથી સુરક્ષિત, $1400ની શોપલિફ્ટિંગ પછી કર્મચારી પર હુમલો

Auckland Airport store, NZ Police, Woman Assaulted, New Zealand Crime,

પોલીસે સ્થળ પર પહોંચીને હથિયારધારી મહિલાની ધરપકડ કરી, સ્ટોરના કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી, ગુનેગાર મહિલા પહેલેથી જ બેલ કન્ડિશનનો ભંગ કરી ચૂકી હતી

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ડેરી શોપ, લીકર સ્ટોર અને મોલમાં ખુલ્લેઆમ લૂંટ બાદ ચોરી લૂંટફાટનો આ સિલસિલો હવે ઓકલેન્ડ એરપોર્ટ સ્ટોર સુધી પહોંચી ગયો છે. એક મહિલા દ્વારા 1400 ડોલરનો સામાન શોપલિફ્ટ કર્યા બાદ કર્મચારી પર હુમલો કરવાનો પણ ગુનો નોંધાયો છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રાત્રે 10.30 કલાકે આ ઘટના બની હતી.

વરિષ્ઠ સાર્જન્ટ વેન્ડી પિકરિંગે જણાવ્યું હતું કે કથિત ગુના દરમિયાન મહિલા “વસ્તુઓથી ભરેલી ટ્રોલી સાથે સ્ટોરમાંથી બહાર લઇ જવાનો પ્રયાસ કરી રહી હતી અને તેની પાસે હથિયાર પણ મોજુદ હતું.” અમારી ટીમ દ્વારા ઝડપથી રિસ્પોન્ડ કરાયો હતો અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. મહિલા પહેલેથી જ બેલ કન્ડીશન ભંગ કરી ચૂકી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ કથિત રીતે સ્ટાફ મેમ્બર પર હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં કર્મચારીને સામાન્ય ઈજાઓ થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે તેણીએ કહ્યું કે આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે. “તાજેતરના મહિનાઓમાં, ઓકલેન્ડ એરપોર્ટ રીટેલ સેન્ટરમાં અને તેની આસપાસ પોલીસ પાસે બે ચિહ્નિત વાહનો છે, જે આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓને રોકવામાં અમને મદદ કરે છે.”

અધિકારીઓએ એરપોર્ટ રિટેલ સ્ટાફનો આભાર માનીએ છીએ કે જેઓ અમને બાબતોની જાણ કરવામાં સક્રિય પણે આગળ આવે છે.”