30મી જૂને બે વાહનો વચ્ચે ઇયાન મેક્કીનોન ડ્રાઇવ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ 59 વર્ષીય ભગવાન સિંહ હોવાનું બહાર આવ્યું
માતારિકી લોંગ વિકેન્ડ પર સર્જાયેલા અકસ્માતોમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ વિકેન્ડમાં સર્જાયેલા અકસ્માતોમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ પર પહોંચી ગઇ છે. ઓકલેન્ડ પોલીસ રવિવારે રાત્રે અપર ક્વીન સ્ટ્રીટ પર થયેલા જીવલેણ અકસ્માતની તપાસ ચાલુ કરી રહી છે ત્યાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ બહાર આવી છે. મોતને ભેટનાર વ્યક્તિ ભારતીય મૂળનો હોવાનું બહાર આવ્યું છે.
બે વાહનોનો અકસ્માત 30 જૂનના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ ઇયાન મેકકિનોન ડ્રાઇવના ઇન્ટરસેક્શન પાસે થયો હતો. જેમાં ઘટનાને પગલે એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસ આ વ્યક્તિનું નામ માઉન્ટ ઈડનના 59 વર્ષીય ભગવાન સિંહ તરીકે આપી છે. પોલીસે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Auckland crime ridden dangerous at night especially