ઓકલેન્ડ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી, દિવસ દરમિયાન કોઇ બાબતે પડોશિયો વચ્ચે વિવાદ થયો હતો અને સાંજે ફાઇરિંગની ઘટના બની, 18 વર્ષીય યુવકનું મોત અને 3 ઇજાગ્રસ્ત


આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડના ગ્રે લીનમાં ગતસાંજે શૂટઆઉટની ઘટના બની હતી, જેની પ્રાથમિક માહિતી આજે ઓકલેન્ડ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. ગ્રે લીનની આ ઘટનામાં એક યુવાનની જીવલેણ ગોળીમારીને હત્યા કરાઇ છે અને આ ઘટના પાછળ “પડોશીયો વચ્ચેનો વિવાદ” હોવાનું ખૂલ્યું છે.
ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર ગ્લેન બાલ્ડવિને આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જણાવ્યું હતું કે “અમે હિંસક ઘટનાની કડીઓ મેળવી રહ્યા છે જે ગ્રે લીનમાં તુઆરંગી રોડ પર ગુરુવારે સાંજે 6.50 કલાકે બની હતી.”
ગોળીબારના અહેવાલ બાદ પોલીસને ઘટનાસ્થળે ઘાયલ એક વ્યક્તિ મળી આવ્યો હતો. તેને તબીબી સારવાર ઘટનાસ્થળે આપવામાં આવી હતી પરંતુ તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બાલ્ડવિને જણાવ્યું હતું કે આ ઘટનામાં બચી ગયેલા પીડિતો અલગ-અલગ સ્થિતિમાં છે અને ત્રણેય પુરુષોની આજે સર્જરી થવાની અપેક્ષા છે. પોલીસને અન્ય કોઈ લોકો ઘાયલ થયા હોવાની જાણ નહોતી. ગોળી ચલાવવામાં આવી તે પહેલા ઘટનામાં સામેલ લોકો એકબીજાને ઓળખતા હતા. જે બે જૂથો વચ્ચેની “અથડામણ”માં ફેરવાઇ હતી. આ ખાસ વિવાદ તે દિવસની શરૂઆતમાં શરૂ થયો હતો.
Leave a Reply