DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઓકલેન્ડ હિન્દુ એલ્ડર્સ ફાઉન્ડેશનનો 18મો સ્થાપના દિવસ ભવ્યતાપૂર્વક ઉજવાયો

Auckland Hindu Elders Foundation, 18th Foundation Day celebration, Auckland,

વર્ષ 2007માં હિન્દુ ફાઉન્ડેશનની કરાઇ હતી ઉજવણી, એક્ટ લીડર ડો. પરમજીત પરમાર, માઉન્ટ રોસ્કિલ સાંસદ કાર્લોસ ચ્યુએંગ સહિત ભારતીય સમૂદાયના વિવિધ સભ્યો હાજર રહ્યા હતા

ધર્મેન્દ્ર બાબરિયા,આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ : હિન્દુ એલ્ડર્સ ફાઉન્ડેશનના સભ્યોનું આજે બપોરે એક ભવ્ય સંમેલન યોજાયું, જેમાં સંસ્થાની સ્થાપનાના 18 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સમુદાયના વડીલોની સેવા કરવાના ફાઉન્ડેશનના ધ્યેયમાં ફાળો આપનારા દરેક સભ્યની અથાગ મહેનતને પગલે ફાઉન્ડેશને 18 વર્ષ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. વર્ષ 2007માં સત્યજીતભાઈ પાહુજા દ્વારા સ્થાપિત આ સંસ્થાએ તેના સ્થાપના દિવસની ઉજવણીમાં આવનાર તમામ મહેમાનોને ભારતીય પરંપરા અનુસાર કુમકુમ તિલક કરી ભાવભીનું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં ન્યુઝીલેન્ડના સેવાભાવી ડો. પરમજીત પરમાર (સાંસદ), સાંસદ શ્રી કાર્લોસ ચ્યુએંગ, સંસ્થાના પ્રમુખ યતીશભાઈ વાઢેરા, ભારતીય સમાજના અગ્રણી જીત સચદેવ, ક્રાંતિ ભાવે જી (HSS), વીર ખારે (પ્રમુખ, NZICA), રૂપા સચદેવ, ન્યુઝીલેન્ડના પોલીસ અધિકારી લુઈ એન્ડુ, જ્યોતિ પરાશર, શીખ મહિલા ન્યુઝીલેન્ડના અગ્રણી જીત કૌર, ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિકભાઈ કંસારા, પૂર્વ નેશનલ એમપી કંવલજીત બક્ષી, દેવ ચતુર્વેદી, સુરેશભાઈ ત્રિવેદી, વિનોદભાઈ સંગાણી, તરુણભાઈ આહુજા સહિત અનેક અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાઈનીઝ પરંપરા મુજબના ગીતો અને અભિનય રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ માઓરી પરંપરા મુજબના ગીતો પણ ગાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કૃપા પરજીયા દ્વારા ભગવાન કૃષ્ણની ભક્તિ પર આધારિત મનમોહક અભિનય રજૂ કરવામાં આવ્યો હતો. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ કૃપા પરજીયાને સૌ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ અવસરે, ભારતીય સમુદાયના સેવાભાવી સાંસદ ડો. પરમજીત પરમારનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને સમુદાયના સભ્યો દ્વારા સાંસદ ડૉ. પરમજીત પરમારની સમાજ સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ સ્થાપના દિવસની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જે સમાજમાં સંસ્થાના મહત્વ અને લોકપ્રિયતાને દર્શાવે છે. આ કાર્યક્રમ હિન્દુ એલ્ડર્સ ફાઉન્ડેશનની 18 વર્ષની સફળ યાત્રાને પ્રતિબિંબિત કરતો હતો.