ભારતના ન્યૂઝીલેન્ડ ખાતેના હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, ભારતની વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે 400થી વધુ લોકોની હાજરી






















આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટન
વેલિંગ્ટનમાં ભારતીય હાઈ કમિશને 15મી ઓગસ્ટ, 2025ના રોજ ચાન્સરી પરિસરમાં ધ્વજવંદન સમારોહ સાથે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ સમારોહમાં ભારતીય અને કિવી સમુદાયના સભ્યો, શાળાના બાળકો, ભારતીય મૂળના લોકો અને ભારતના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય હાઇ કમિશનર નીતા ભૂષણે ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો
ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રગીત “જન ગણ મન” ગાવામાં આવ્યું હતું, જે દરમિયાન લોકોમાં ભારતીય હોવાનો ગર્વ અને એકતાની ભાવના જોવા મળી હતી. હાઈ કમિશનર નીતા ભૂષણે તેમના સંબોધનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનમાંથી અવતરણો પણ વાંચ્યા હતા. તેમના સંબોધનમાં, હાઈ કમિશનરે બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે ભારત-ન્યુઝીલેન્ડ સહયોગને વધુ મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. આ ઉપરાંત તેમણે સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને પણ શ્રદ્ધાંજલિ આપી હતી, જેમણે રાષ્ટ્રની આઝાદીનો માર્ગ મોકળો કર્યો હતો.
ભારતીય ડાયસ્પોરા દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિયો રજૂ કરાઇ
ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વિવિધતાને ઉજાગર કરવા અને પ્રદર્શિત કરવા માટે, વેલિંગ્ટનમાં ભારતીય ડાયસ્પોરાએ વિવિધ પ્રકારની પ્રસ્તુતિઓનું આયોજન કર્યું હતું. વેલિંગ્ટન હિન્દી સ્કૂલ અને ખાંડલ્લા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શિવમ ડાન્સ એકેડમી, શ્રી-ચક્ર સ્કૂલ ઓફ ફાઈન આર્ટ્સ અને વેલિંગ્ટન મરાઠી એસોસિએશનના વિદ્યાર્થીઓ દ્વારા શક્તિશાળી અને રંગીન ભારતીય નૃત્ય પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉજવણીના બહુસાંસ્કૃતિક સારને ઉજાગર કર્યો હતો. આ પ્રસંગની ઉજવણી કરવા માટે વેલિંગ્ટનમાં 400થી વધુ લોકો એકઠા થયા હતા.











Leave a Reply