વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશ યાત્રાએ હોવાથી ડેવિડ સીમોરને મળશે જવાબદારી, લક્સન વિયેતનામના તો પીટર્સ ચીનના પ્રવાસે


આ અઠવાડિયે ACT નેતા ડેવિડ સીમોર કાર્યકારી વડા પ્રધાન છે, ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશમાં છે અને વડાપ્રધાનપદની જવાબદારી સીમોરના ફાળે બે દિવસ માટે આવનારી છે.
વડા પ્રધાન વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આર્થિક તકો વધારવા માટે વિયેતનામમાં છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ લક્સન શનિવારે પરત ફરશે.
આ તરફ નાયબ વડા પ્રધાન વિન્સ્ટ્ન પીટર્સ પણ વિદેય યાત્રાએ છે. પીટર્સ આ અઠવાડિયે મધ્ય પૂર્વ અને ઉત્તર એશિયામાં છે, જેમાં બેઇજિંગમાં ચીનના વિદેશ પ્રધાન સાથેની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.
પીટર્સે કહ્યું કે જ્યારે તેઓ ચીનમાં હશે ત્યારે દ્વિપક્ષીય સંબંધો તેમજ બંને દેશોના રસના પેસિફિક, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેઓ રવિવારે ન્યૂઝીલેન્ડ પરત ફરશે. જોકે સીમોર શનિવાર સુધી આ ભૂમિકામાં રહેશે.
આ કાર્યકાળમાં તેઓ છઠ્ઠી વખત સત્તા સંભાળી રહ્યા છે, અને મે મહિનાના અંતમાં નાયબ વડા પ્રધાનની ભૂમિકામાં તેમના ટ્રાન્જેશન પહેલા આવ્યા છે.
Leave a Reply