અદ્યતન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં લૂંટનો શિકાર બની, થોડા દિવસો પહેલા ન્યૂ લીનની કેસનમાં થઈ હતી લૂંટ


આપનું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ,
ઓકલેન્ડમાં ફરીથી લુટાવો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગત સપ્તાહે ન્યૂ લીનની કેસનમાં લૂંટનો શિકાર બની હતી ત્યાં હવે પાપા ટોય ટોય ખાતે આવેલી કૃષ્ણા જ્વેલર્સમાં લૂંટની ઘટના બની છે. રવિવાર સાંજના 4:30 વાગ્યે આ ઘટન બની હતી, અને શોપમાં અદ્યતન સુરક્ષા વ્યવસ્થાઓ હોવા છતાં પણ જ્વેલરી શોરૂમ રેમ રેડનો શિકાર બની હતી.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં ચાર લૂંટારૂઓ સામેલ હતા. આ જ્વેલરી સ્ટોરમાં બે મજબૂત મેટલના દરવાજા, ચાર મેગ્નેટિક લોક સિસ્ટમ, ફોગ કૅનોન અને જમીન પર બોલ્ટેડ-ડાઉન બોલર્ડ્સ જેવી સુરક્ષા વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવી હતી. તેમ છતાં, ચાર વ્યક્તિઓએ આ સુરક્ષા વ્યવસ્થા તોડી અને સ્ટોરમાં ઘૂસીને લૂંટ કરી હતી. ઘટનામાં કેટલાની ચોરી થઈ છે તે અંગે હાલ માહિતી નથી મળી રહી.
આ લૂંટ Daylight Robbery હતી, કારણ કે આ ઘટના સાંજના સમયે બની હતી, જ્યારે વિસ્તાર હજી પણ વ્યસ્ત હતો. આ ઘટનાએ સ્થાનિક સમુદાયને સ્તબ્ધ કરી દીધા છે અને હવે લોકો આ વાત પર વિચાર કરી રહ્યા છે કે આવા સલામતીના પગલાં છતાં કઇ રીતે આવા હુમલાઓ થઈ રહ્યા છે.
સ્થાનિક પોલીસ હવે આ ઘટનાની તપાસ કરી રહી છે, અને સર્વેલન્સફૂટેજના આધારે માહિતી એકઠી કરી રહી છે. હાલ, ક્રિષ્ણા જ્વેલર્સના માલિકોએ પબ્લિક નિવેદન આપવું ટાળી દીધું છે, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે નુકસાનની સંપૂર્ણ કિંમતનો મૂલ્યાંકન ચાલી રહ્યો છે.
આ ઘટના એ દર્શાવે છે કે ગુનાઓના નવા નમૂના અને નવી કૂટનિતિઓનો સામનો કરવામાં સાવધાની ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે ગત વર્ષે કૃષ્ણ જવેલર્સથી થોડે દૂર આવેલી પૂજા જ્વેલર્સમાં લૂંટ થઈ હતી જેના સમગ્ર વિસ્તાર અને ભારતીય કોમ્યુનિટીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ઘણી જ્વેલરી શોપ આવેલી છે અને તમામ જ્વેલરી શોપ માં જરૂરી સુરક્ષાના સાધનો પણ ઉપલબ્ધ હોવા છતાં પણ આ વિસ્તારમાં લૂંટની ઘટના વારંવાર બની રહી છે.
Leave a Reply