લગભગ બે મહિના સુધી ચાલેલી અત્યંત ચર્ચાસ્પદ બનેલા હત્યાની ટ્રાયલમાં ચુકાદો આવ્યો, કોર્ટરૂમના ઉપસ્થિત લોકોમાં ક્યાંક રાહત તો ક્યાંક શોકનું મોજું ફરી વળ્યું
છેલ્લા બે મહિનાથી ન્યૂઝીલેન્ડભરમાં ચર્ચા જગાવનારા પૌલિન હાન્ના કેસમાં આખરે પ્રખ્યાત આઇ સર્જન ડૉ. ફિલિપ પોલ્કિંગહોર્નને નિર્દોષ જાહેર કરાયા છે. તેમની પર પોતાની પત્ની પોલ્કીન હાન્નાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ડો. ફિલિપ પોલ્કિંગહોર્ન, ઓકલેન્ડના જાણીતા આઇ સર્જન છે. લગભગ બે મહિના સુધી ચાલેલી અત્યંત ચર્ચાસ્પદ બનેલા હત્યાની ટ્રાયલમાં દોષિત નથી. બે દિવસની 10 કલાકની મેરેથોન સુનાવણી બાદ જ્યુરી તેમના નિર્ણય પર પહોંચી હતી.
આજની ટ્રાયલ પછી, પોલ્કિંગહોર્ને પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, “આજનો નિર્ણય અમારા માટે એક મોટો રાહત આપતો વળાંક છે. આ સમગ્ર પ્રક્રિયા ઘણા લોકો માટે ખરેખર મુશ્કેલ હતી. હવે અમે આખરે શોક કરી શકીએ છીએ અને પૌલિનને શાંતિથી શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ, જે શ્રેષ્ઠ બાબત છે.” તેમણે મીડિયાનો આભાર માન્યો પરંતુ વધુ પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.
ટ્રાયલ દરમિયાન, જ્યુરીએ ફરિયાદીઓ પાસેથી પુરાવા સાંભળ્યા જેમણે પોલ્કિંગહોર્ન પર તેની 63 વર્ષીય પત્ની, પૌલિન હાન્નાને તેમના ઘરે મારી નાખવાનો આરોપ મૂક્યો હતો. જો કે, બચાવ પક્ષે દલીલ કરી હતી કે તેણીએ આત્મહત્યા કરી છે.
કોર્ટરૂમના ઉપસ્થિત લોકોમાં ક્યાંક રાહત તો ક્યાંક શોકનું મોજું ફરી વળ્યું હતું જ્યારે આ નિર્ણય સંભાળવવામાં આવ્યો હતો. કારણ કે વકીલોએ સર્જનની સેક્સ વર્કર્સ સાથેની કથિત સંડોવણી, મેથામ્ફેટામાઇનના તેના ઉપયોગની તપાસ કરી હતી. પૌલિન હાન્નાનું 5 એપ્રિલ, 2021 ના રોજ નિધન થયું હતું. જ્યારે બિન-દોષિત ચુકાદો જાહેર કરવામાં આવ્યો, ત્યારે ડૉ. પોલ્કિંગહોર્નની બહેન, રૂથે, તેની મુઠ્ઠી પંપ કરીને ઉજવણી કરી હતી. તેનાથી વિપરીત, પૌલિન હેનાનો ભાઈ, બ્રુસ અને પરિવારના અન્ય સભ્યો સ્તબ્ધ દેખાયા હતા.
કોર્ટની બહાર, બ્રુસ હેન્નાએ તેમની નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે, “અમે જેની આશા રાખી હતી તે પરિણામ નહોતું,” જ્યારે પોલીસ અને ફરિયાદીઓની તેમની સખત મહેનત અને કેસ પ્રત્યેના સમર્પણ માટે આભાર માન્યો હતો.
Leave a Reply