- 50 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો
- શુક્રવારની રાત્રે 8.30 કલાકે વેસ્ટ ઓકલેન્ડના સ્ટીફન એવન્યુની ઘટના
- 10 ફાયર ટ્રક દ્વારા આગ પર કાબૂ મેળવાયો
- પીડિત પરિવાર દ્વારા ડોનેશન માટે ગોલીટલ ફંડ પર અપીલ કરાઇ






આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડની શુક્રવારની રાત ગુજરાતી પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. એક તરફ સાયક્લોન ટેમને પગલે વરસાદનો સામનો સમગ્ર શહેર કરી રહ્યું હતું ત્યાં વેસ્ટ ઓકલેન્ડના સ્ટીફન એવન્યુની નેફરાઇટ લેનમાં રહેતો ગુજરાતી પરિવાર આગની જ્વાળાઓથી પોતાના ઘરને બચાવી રહ્યો હતો. રાત્રે 8.20 કલાકની આસપાસ અચાનક જ કોઇ કારણસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ ઘરના ત્રીજા માળને સંપૂર્ણ જ્વાળાઓમાં લઇ લીધું હતું.
મદદ માટે નીચેની લિંકનો ઉપયોગ કરી શકો છો.
https://givealittle.co.nz/cause/house-caught-on-fire
ફાયર બ્રિગેડને 8.24 કલાકે કોલ કરવામાં આવ્યો હતો અને બે લેડર સહિત અંદાજે 10થી વધુ ફાયર ટ્રક આગને કાબૂમાં લેવામાં લાગ્યા હતા. પરંતુ આખરે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરિવારની સમગ્ર મૂડી આ ઘર પાછળ લગાવી દેવામાં આવી હતી અને આંખના પલકારા સામે જ આગમાં સંપૂર્ણ ઘર બળીને ખાક થયું હતું.
ફાયર અને ઇમરજન્સી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પશ્ચિમ ઓકલેન્ડમાં ત્રણ માળના એપાર્ટમેન્ટ બ્લોકમાં લાગેલી આગ પર લગભગ 50 ફાયર ફાઇટરોએ કાબુ મેળવ્યો છે. રાત્રે લગભગ 10.30 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. “બ્રિગેડ આસપાસની મિલકતોનું રક્ષણ કરવા અને આગ ઓલવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. જોકે સદનસીબે કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.
RNZ ના અહેવાલ મુજબ, લગભગ એક ડઝન આસપાસના રહેવાસીઓ રસ્તાની બાજુમાં ઉભા જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે તે આગ લાગી હોય તે ઘરમાં પરિવારને મળવા ગયો હતો. તેમણે કહ્યું કે કોઈએ ધુમાડા તરફ ધ્યાન દોર્યા પછી બધા બહાર નીકળી ગયા હતા, અને તેમણે ત્રણ પુખ્ત વયના લોકોને આગમાં સળગતા ઘરમાંથી બહાર નીકળતા જોયા હતા.
ઇન્સ્યોરન્સ રિન્યુ કરવાનું ભૂલી ગયો હતો પરિવાર
પરિવારે ગો લિટલ વેબસાઇટ પર આગમાં સ્વાહા થયેલા ઘરને પુન: બાંધકામ માટે ડોનેશન અપીલ કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે ઘરમાં તેમના પતિ-પત્ની બે બાળકો અને કઝીન બ્રધર રહેતા હતા. આગ ક્યા કારણોસર લાગી તે અંગે કોઇ અહેવાલ મળ્યો નથી પરંતુ બે હપ્તાની ચુકવણી થઇ શકી નહતી અને તેને પગલે ઇન્સ્યોરન્સ કેન્સલ થયેલો હતો. તેઓએ મકાન ખરીદી પર $750,000 મોર્ગેજ લીધું હતું.
ઘરનું ફર્નિચર અને કપડા પણ બળીને ખાક
પરિવારે ગો લીટર ફંડ વેબસાઇટ પર જણાવ્યું હતું કે ઇન્સ્યોરન્સ કેન્સલ થઇ ગયો છે તેની જાણકારી ઇમેઇલ પર ચેક કરી જ નહતી અને આ જિંદગીની સૌથી મોટી ભૂલ સમાન સાબિત થઇ છે. આથી હું તમામને વિનંતી કરું છું કે તેઓ આ દુઃખની ઘડીમાં મદદનો હાથ લંબાવે. કારણ કે એક નાની મદદ પણ હાલ અમારા માટે મોટી બની રહેશે. અમે બેંકરપ્સીથી બચવા અથવા ઘરને ફરીથી બાંધવા માટે આ ડોનેશનમાં એકઠા થયેલા નાણાંનો ઉપયોગ કરીશું.
હું ખરેખર આશા રાખું છું કે આ પરિવાર સલામત છે અને તેમને જરૂરી સહારો મળી રહ્યો છે – પણ આ ફંડરેઇઝર વિશે કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા થાય છે, જેના વિશે લોકો દાન કરતા પહેલા જરૂર જાણવું જોઈએ.
પેજ પર કહેવામાં આવ્યું છે કે તેમનું ઘર સળગી ગયું અને તેમણે હોમ ઈન્સ્યોરન્સ માટેના પેમેન્ટ ચૂકવ્યા નહોતાં એટલે ઈન્સ્યોરન્સ રદ થઈ ગયું. પણ એ વાત ન્યૂઝીલેન્ડની મોર્ટગેજ સિસ્ટમ સાથે મેળ ખાતી નથી. જો ઘર પર $750k જેટલી મોર્ટગેજ છે તો બેંક obજારરૂપે ઈન્સ્યોરન્સ ફરજિયાત રાખે છે. જો પેમેન્ટ ચૂકાતાં નથી તો ઈન્સ્યોરન્સ કંપની બેંકને જાણ કરે છે અને બેંક તેને સિરીયસલી હેન્ડલ કરે છે. એવું શક્ય નથી કે એ બધું કોઈના ધ્યાનમાં આવતું ન હોય.
ઉપરથી, આકરા સ્તરે ફાયર (10 ફાયર ટ્રક અને 20 થી વધુ ફાયરફાઈટર્સ)નો ઉલ્લેખ છે – આમ તો આવા કેસમાં ફોર્મલ તપાસ થાય છે. પણ અહીં કોઈ તપાસ, પોલીસ રિપોર્ટ કે માલિકીના પુરાવાનો ઉલ્લેખ નથી. જ્યારે તમે જાહેરમાં દાન માગો છો, ખાસ કરીને મોટા રકમ માટે, તો પારદર્શિતા ખૂબ જ મહત્વની હોય છે.
અને સાચું કહું તો, કેટલાક ઈન્ફ્લૂએન્સર્સ બેફામ આ લિંક શેર કરતા હોય એવું લાગે છે કે જેમને હકીકત ચકાસવી પણ જરૂરિયાત લાગતી નથી. આવું કરવું “સમુદાય માટે” નથી ગણાતું – એ ક્યારેક માણસના દુઃખનો ઉપયોગ કરીને જાતનું નામ બનાવવાનું એક સાધન લાગે છે.
હવે મહેરબાની કરીને આપણે સંવેદનશીલ પણ બનીએ અને સમજીને, ચકાસીને દાન કરીએ. સકારાત્મક રહો – પણ આંખે ખુલ્લી રાખીને.