DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પાલ્મર્સ્ટન નોર્થ : સિટી ચોઇસ ડેરી શોપમાં વહેલી સવારે લૂંટફાટ, See Video

Gisborne city, Palmerston North, Robbery, City Choice Dairy Shop,

બેખૌફ બનીને એક સાથે ડેરી શોપ પર 6 વ્યક્તિઓની લૂંટરુ ગેંગ ત્રાટકી, સવારે 6.30 કલાકે લૂંટ મચાવી લૂંટારુઓ ફરાર, 80 સેકન્ડની લૂંટમાં હજારો ડોલરનો સામાન ચોરી તથા ફર્નિચરને નુકસાન પહોંચાડી ભાગ્યા લૂંટારુઓ

ડેરી શોપમાં એક જ મહિનામાં બીજી વખત લૂંટ થઇ હોવાના અહેવાલ

Palmerston North : ન્યૂઝીલેન્ડમાં ડેરી શોપ પર લૂંટ (Robbery) મચાવવી હવે દિવસેને દિવસે સામાન્ય બની ગયું છે. લૂંટારુઓને નથી રહ્યો કાયદાનો કોઇ ડર કે નથી કોઇ પરવાહ. બસ તેઓ બેખૌફ બનીને લૂંટ મચાવી રહ્યા છે અને સમગ્ર દેશમાં ખૌફનો માહોલ રિટેલ શોપ ઓનર્સ માટે ઉભો કરી રહ્યા છે. એકતરફ જ્યાં સરકાર પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ બળની સંખ્યા વધારવાના દાવાઓ કરી રહી છે ત્યાં રિટેલ શોપ પર લૂંટ અટકવાનું નામ નથી રહી. આ વખતે લૂંટારુઓનો શિકાર બની છે પાલ્મર્સ્ટન નોર્થની સિટી ચોઇસ ડેરી શોપ. જ્યાં ગુરુવારે સવારે 6.30 કલાકે 6 લૂંટારુઓએ હથિયારો સાથે લૂંટ મચાવી હતી. નોંધનીય છે કે એક જ મહિનાના ગાળામાં બીજી વખત આ પ્રકારે ડેરી શોપમાં લૂંટની ઘટના બની છે.

માત્ર 80 સેકન્ડ સુધી ચાલેલા લૂંટના ખેલમાં હજારો ડોલરની સિગારેટ્સ તથા અન્ય ટોબેકો સામાનની ચોરી થઇ હતી જ્યારે અન્ય સામાનને નુકસાન પહોંચાડવાની સાથે લૂંટ કરી હતી. સામાન્ય રીતે મોટાભાગની લૂંટમાં બે ત્રણ વ્યક્તિઓ જ સામેલ હોય છે પરંતુ સિટી ચોઇસ ડેરી શોપની લૂંટમાં એક સાથે 6 જણાં ત્રાટક્યા હતા.

લૂંટના સીસીટીવી પણ હવે બહાર આવ્યા છે જ્યાં તેઓ ડેરી શોપમાં આક્રમક રીતે પ્રવેશ કરે છે અને માત્ર 80 સેકન્ડમાં જ લૂંટ મચાવીને ફરાર થાય છે. લૂંટમાં મોટાભાગે 18થી 25 વર્ષીય લૂંટારુઓ સામેલ છે તેવું પ્રાથમિક દૃષ્ટિએ દેખાઇ રહ્યું છે. આ ડેરી શોપ ભારતીય મૂળના વ્યક્તિની છે અને એક સાથે 6 વ્યક્તિઓ આ પ્રકારે લૂંટ મચાવતા હાલ તેઓ આઘાત હેઠળ છે. જોકે રાહતની બાબત એ છે કે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહતી.