ઓકલેન્ડના સ્કાય ટાવર પર વારંવાર વીજળી ત્રાટકી હોવાનું નોંધાયું, હૌરાકી ગલ્ફ એરિયામાંથી વીજળી ત્રાટકતા દૃશ્યો કેદ થયા




આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડ સહિત નોર્થ આઇલેન્ડમાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક 120 કલાક પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવવાની આગાહી કરવામાં આવી છે. આ તરફ ખરાબ હવામાનને પગલે નોર્થ આઇલેન્ડમાં માત્ર 2 કલાકમાં જ 1900 વાર વિવિધ સ્થાન પર વીજળી ત્રાટકવાના બનાવો પણ બન્યા છે. આ તરફ હૌરાકી ગલ્ફ વિસ્તારમાંથી ઓકલેન્ડના સ્કાય ટાવર પર પણ વીજળી ત્રાટકતી હોવાનું વારંવાર જોવા મળ્યું હતું. જોકે આ લખાઇ રહ્યું છે ત્યારે મેટ સર્વિસે ઓકલેન્ડ સહિત નોર્થ આઇલેન્ડમાં થંડરસ્ટોર્મ વોર્નિંગને હટાવી દીધી છે.
આવતીકાલે પણ ભારે પવન ફૂંકાવવાનું યથાવત રહેશે
મેટ સર્વિસે જણાવ્યું હતું કે ભારે પવન ફૂંકાવવાનું આવતીકાલે પણ યથાવત્ રહેશે. જ્યાં સવારે 10 કલાકથી લઇને મધ્યરાત્રિએ 3 કલાક સુધી ભારે પવન રહેવાની સંભાવના છે. ભારે પવનના કારણે ઓકલેન્ડ સહિત કેટલાક ભાગોમાં ગણતરીની મિનિટોમાં જ તાપમાન ગગડ્યું હતું.
તોફાની પવનને પગલે હેમિલ્ટનમાં 15,000 થી વધુ મિલકતો વીજળી વિના રહેવું પડ્યું છે. જ્યાં વારંવાર પાવર કટની ફરિયાદો પણ જોવા મળી હતી. વેક્ટરે કહ્યું કે તે આજે ઓકલેન્ડમાં હવામાન પર નજર રાખી રહ્યું છે અને કહ્યું કે તેણે નેટવર્કના ભાગોમાં કેટલીક આઉટેજ હોવાનો સ્વીકાર કર્યો હતો. જ્યાં અમારા ક્રૂ જરૂરિયાત મુજબ જવાબ આપી રહ્યા છે.
SH1 પર ઝાડ પડ્યું, એક લેન બ્લોક થઇ
ખરાબ હવામાનની અસર વાહન વ્યવહારને પણ અસર કરી ગઇ હતી. સ્ટેટ હાઇવે 1 પરની ડાબી ઉત્તર તરફની લેન વૃક્ષ પડવાને કારણે અવરોધિત કરી હતી, આ ઘટના રીડાઉટ રોડ ઓફ-રેમ્પથી થોડે આગળ બનીહતી. જ્યાં સુધી વૃક્ષ હટાવવામાં ન આવે ત્યાં સુધી મુસાફરોને સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે.


Leave a Reply