હજુ 10 મહિના પહેલા જ ગુજરાતી પરિવાર તૌપીરી આવ્યો હતો, પોલીસે હાલ ગંભીર અકસ્માતની તપાસ શરૂ કરી
આપણું ગુજરાત ન્યૂઝ.
હેમિલ્ટનથી 20 કિલોમીટર ઉત્તરે આવેલા તૌપીરીના ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડે તેવી ઘટના ઘટી છે. હજુ 10 મહિના પહેલા જ ભારતથી ન્યૂઝીલેન્ડ આવેલા પરિવારના 18 મહિનાના દિકરાનું ડ્રાઇવેમાં અકસ્માતમાં મોત નીપજ્યું છે. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે.


તૌપીરીમાં ટે પુટુ સેન્ટ ડ્રાઇવ વે પર શનિવારે બાળક ધ્યેય વિમલભાઈ પટેલનું મૃત્યુ થયું હતું. લગભગ 10 મહિના પહેલા ભારતથી ન્યુઝીલેન્ડ ગયેલા પરિવારે સમુદાયના એક સભ્યએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાને તેઓ શોકગ્રસ્ત છે. આ તરફ હેમિલ્ટન ખાતેના ભારતીય સમુદાયે પરિવારને દિકરાના અકાળે અવસાનને પગલે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે ધ્યેય ઘણો જ હોંશિયાર હતો. આસપાસના લોકોએ ઘટના સ્થળે પણ ફૂલો અર્પણ કરીને બાળકને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે બાળકનું શનિવારે ડ્રાઇવ વે પર અકસ્માત થતાં મૃત્યુ થયું હતું. તેઓએ જણાવ્યું હતું કે બાળક ગંભીર સ્થિતિમાં સ્થિત હતું અને CPR પણ આપવામાં આવ્યું હતું. “દુર્ભાગ્યે બાળક પુનર્જીવિત થઈ શક્યું ન હતું અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હાલ સીરીયસ ક્રેશ યુનિટે દ્રશ્યની તપાસ હાથ ધરી હતી.
Leave a Reply