લૂંટારુને ઝડપી પાડવા પોલીસના સઘન પ્રયાસ, હેમરનો લૂંટ દરમિયાન ઉપયોગ, હુમલામાં કોઇને ઇજા ન પહોંચી
ઓકલેન્ડના બ્લોકહાઉસ બેમાં જ્વેલરી સ્ટોરને લૂંટારુએ પોતાનો શિકાર બનાવ્યો છે. લૂંટરુએ હથોડી વડે લૂંટ મચાવી હતી અને સમગ્ર લૂંટને એક જ વ્યક્તિ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. આ તરફ પોલીસે તેને ઝડપી પાડવા માટે કવાયત્ હાથ ધરી છે, જોકે હજુ સુધી તેઓને કોઇ સફળતા હાથ લાગી નથી. લૂંટારુએ લૂંટ દરમિયાન હથોડીનો ઉપયોગ કર્યો હતો અને કેબિનેટ તોડીને કીમતી વસ્તુઓની ચોરી કરી હતી.
પોલીસનું કહેવું છે કે તે વ્યક્તિ મંગળવારે સવારે 9:50 વાગ્યાની આસપાસ દુકાનમાં ઘૂસ્યો હતો, હથોડી વડે કેબિનેટ તોડી નાખ્યા હતા અને ચોરીની વસ્તુઓ લઈને ભાગી ગયો હતો. પોલીસના મતે તે સ્ટોરમાંથી લૂંટ મચાવી પગપાળા જ ભાગી ગયો હતો અને આગળ ગયા બાદ ક્યાંક કારનો ઉપયોગ કર્યો હોઇ શકે છે.જોકે હાલ તો સંપૂર્ણ શોધ કરવા છતાં, પોલીસ તેને શોધી શકી નથી.
સદનસીબે, સ્ટોરમાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ સ્ટાફ હચમચી ગયો હતો અને પોલીસ સહયોગ આપી રહી છે. શું ચોરાયું તે જાણવા અને લૂંટારાની ઓળખ કરવા માટે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. નજીકના ટેક સ્ટોરે ઘણા બધા કાચ તૂટેલા હોવાની જાણ કરી હતી અને માલિકો પોલીસ સાથે વાત કરી રહ્યા હતા. એક ડેરી શોપના માલિકે સવારે સ્ટોરની બહાર પોલીસની ત્રણ કાર આવી પહોંચી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Leave a Reply