મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ટ્રાઇવિઝન ઇવેન્ટ આયોજિત છોગાડા 2024માં ખેલૈયાઓ અનેરોમાં થનગનાટ


કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ.
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી આખરે એ ગરબા નાઇટ્સનું આગમન ઓકલેન્ડમાં થઇ ગયું. ટ્રાઇવિઝન ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ગીતા રબારી છોગાડા 2024માં ખેલૈયાઓએ મનમૂકીને ઝૂમ્યા હતા. ઓકલેન્ડના મહાત્મા ગાંધી સેન્ટર ખાતે આયોજિત નવરાત્રિ ઇવેન્ટમાં ઘુમ્મરિયુંથી લઇને ટેટુડોના તાલે ગરબા પ્રેમીઓ ગરબા રમ્યા હતા.




ભલે નવરાત્રિને હજુ ઘણી વાર હોય પરંતુ ન્યૂઝીલેન્ડમાં નવરાત્રિનું આગમન થઇ ચુક્યું છે. કારણ કે વર્ષ 2024ની પ્રથમ નવરાત્રિ ગરબા નાઇટ્સમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર અને કચ્છી કોયલ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત એવા ગીતાબેન રબારી ઓકલેન્ડ આવી પહોંચ્યા હતા. માતાજીની આરતી સાથે ગરબાની શરૂઆત થઇ હતી.




ગાંધી સેન્ટર ખાતે 1000થી વધુ ગરબા રસિકો આવી પહોંચ્યા હતા. ખેલૈયાઓએ ગરબાની જુદી જુદી સ્ટાઈલ સાથે ધૂમ મચાવી હતી. ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. રસીયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી…ના તાલે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ખેલૈયા રાસ ગરબે ઘૂમ્યા હતા. જેમાં ખેલૈયાઓ દોઢિયું, ફ્રી સ્ટાઇલ, ડાકલા અને છેલ્લે હિંચ રમ્યા હતા.






Leave a Reply