ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડમાં 240,200 વિદેશી મુલાકાતીઓ આવ્યા, કોવિડ પહેલાની સરખામણીથી માત્ર 15 ટકા જ ઓછી વૃદ્ધિ, ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓ ટોચના સ્થાને


Stats NZના તાજેતરના અહેવાલ મુજબ, ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડમાં 240,200 વિદેશી મુલાકાતીઓ આવ્યા હતા, જે ઓક્ટોબર 2023 કરતા 14,200 જેટલા વધુ છે. આ વધારા માટે મુખ્યત્વે ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, સિંગાપોર અને યુનાઇટેડ કિંગડમના પ્રવાસીઓને આભારી છે.
કોવિડ-19 રોગચાળાની અગાઉની સ્થિતિ સાથે સરખામણી કરવામાં આવે તો, ઓક્ટોબર 2024માં આ આંકડો 283,800 હતો, જે હાલ 85 ટકાના સ્તરે પહોંચ્યો છે.
વિદેશી મુલાકાતીઓના વિતરણ અંગે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2024માં 46 ટકા મુસાફરો ઑસ્ટ્રેલિયાથી, 9 ટકા યુનાઇટેડ સ્ટેટ્સથી, 7 ટકા ચીનથી, 5 ટકા યુનાઇટેડ કિંગડમથી, 3 ટકા ભારતથી અને 3 ટકા જર્મનીથી આવ્યા હતા.
વાર્ષિક રીતે પણ નોંધપાત્ર વૃદ્ધિ
વર્ષ 2024 માટેના કુલ વિદેશી મુલાકાતીઓના આગમનનો આંકડો 3.25 મિલિયન હતો, જે 2023 કરતાં 413,000 જેટલો વધુ છે. સૌથી મોટો વધારો ચીન, ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, દક્ષિણ કોરિયા અને જાપાનના પ્રવાસીઓમાં નોંધાયો છે.
સ્થાનિક પ્રવાસીઓ અંગેની માહિતી અનુસાર, ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડ સિટીઝન 2.97 મિલિયન સુધી પહોંચ્યા છે, જે ઓક્ટોબર 2023 કરતાં 383,000 વધુ છે.
46% ઑસ્ટ્રેલિયાના હતા (ઑક્ટોબર 2019 માં 43% ની સરખામણીમાં)
9% યુએસમાંથી હતા (8%)
7% ચીનના હતા (10%)
5% યુકેના હતા (5%)
3% ભારતના હતા (2%)
3% જર્મનીના હતા (3%).
બોર્ડર ક્રોસિંગમાં પણ વૃદ્ધિ નોંધાઇ
અહેવાલ અનુસાર, ઓક્ટોબર 2024માં 1.07 મિલિયન બોર્ડર ક્રોસિંગ નોંધાયા, જેમાં 569,900 આગમન અને 504,400 પ્રસ્થાનનો સમાવેશ થાય છે. કોવિડ-19 રોગચાળાની પહેલા, ઓક્ટોબર 2019માં 1.17 મિલિયન બોર્ડર ક્રોસિંગ નોંધાયા હતા, જેની સરખામણીમાં ઓક્ટોબર 2024ના આંકડા 92 ટકા છે.
આ આંકડા દર્શાવે છે કે ન્યૂઝીલેન્ડની પ્રવાસન ઉદ્યોગ પુનઃસ્થાપન તરફ આગળ વધી રહ્યો છે, સાથે જ વૈશ્વિક પ્રવાસીઓની હાજરીમાં પણ વૃદ્ધિ થઇ રહી છે.
Leave a Reply