કેટલાક વિઝામાં ફી 90 ટકા સુધી વધી શકે છે, સ્ટુડન્ટ વિઝાથી લઇને પોસ્ટ સ્ટડી વિઝા અને પાર્ટનર વિઝા ફી તોતિંગ સ્તરે વધશે


ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ વિવિધ વિઝાની ફીમાં એટલો વધારો કરવા જઇ રહ્યું છે કે જેનો તમે સપનામાં પણ વિચાર નહીં કરી શકો. કારણ કે જ્યારે વિઝા ફી વધારા વિશે ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ બાબતે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. જોકે એ હકીકત છે કે ચૂંટણી પહેલા નેશનલ પાર્ટી દ્વારા જાહેરા કરાયું હતું કે જો તેઓ જીતી જશે તો વર્ષના મધ્યમાં વિઝા ફીમાં વધારો કરી શકે છે.
સ્ટેનફોર્ડે આ બાબતે સ્થાનિક મીડિયાને ઇન્ટરવ્યુ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ લેખિત પ્રતિસાદમાં 90 ટકા બેન્ચમાર્કની ઉપર અને તેની સાથે ખર્ચની પુનઃપ્રાપ્તિને પ્રાધાન્ય આપવા તરફનો ફેરફાર જાહેર કર્યો હતો. “જ્યાં શક્ય હોય ત્યાં, ઉદ્દેશ્ય એ છે કે વિઝા ફી ઑસ્ટ્રેલિયાના વિઝા ફીના 90 ટકાની અંદર રહે અને તેની ખાતરી કરીને ખર્ચ સંપૂર્ણપણે વસૂલ કરવામાં આવ્યો છે કે નહીં તેટલો વધારો હોઇ શકે છે. “
ઓસ્ટ્રેલિયન વિઝા ફીના 90 ટકા સુધી પહોંચવાના સંકેત
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા ફી અને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા ફીમાં વધારો કરે તેવા સંકેત છે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝા $700 થી વધીને $1856 સુધી કરવા તો સ્ટુડન્ટ વિઝા ફી $375 થી $660 કરવામાં આવે તેવા સંકેત છે. આ તરફ પાર્ટનર વિઝા ફીમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જોકે હવે કોઅલિશન ગવર્નમેન્ટ તથા ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ તે અંગે ક્યારે નિર્ણય લે છે તે જોવું રહ્યું. કારણ કે આ અઠવાડિયે સ્ટેનફોર્ડે પુષ્ટિ કરી છે કે વિઝા ફી અને વસૂલાતના દરોમાં ફેરફારો પર લક્ષિત સલાહ લેવાનું કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
એકાદ સપ્તાહમાં લેવાઇ શકે છે નિર્ણય
એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે “આ હિતધારકોના પ્રતિસાદને ધ્યાનમાં લેવામાં આવશે કારણ કે અમે ટકાઉ ઇમિગ્રેશન ફંડિંગ મોડલ કેવું હશે તે અંગે નિર્ણય લઈએ છીએ. મારે આ અંગે ટૂંક સમયમાં વધુ કેટલીક બાબતો જાહેર કરવી પડશે.” મંત્રી આગામી સપ્તાહમાં કેબિનેટ સમક્ષ ડોક્યુમેન્ટ્સ રજૂ કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Leave a Reply