DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

Immigration NZમાં ફરીથી IT ઇશ્યુ : કેટલાક વિઝા લેટર્સ અપલોડ કરવામાં મુશ્કેલી !

Immigration New Zealand, IT issue, Visa application letters, Visa,

સ્ટુડન્ટ, વર્ક, કેટલાક રેસિડેન્સી વિઝાના લેટર્સ અપલોડ કરવામાં મુશ્કેલી, સ્ટુડન્ટ્સને સૌથી વધુ હાલાકી

ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની આઇટી સિસ્ટમમાં ફરીથી ખામી સર્જાઇ છે અને તેને કારણે કેટલાક વિઝા ધારકોને તેની માઠી અસર પહોંચી છે. કારણ કે તેઓના વિઝા મંજૂર કે નામંજૂર થયા છે તે અંગે તેઓને કોઇ માહિતી ઓનલાઇન નથી મળી રહી. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે જણાવ્યું છે કે આ સમસ્યા 27 ઓગસ્ટથી આવી રહી છે અને તેને કારણે ઘણાં લોકોને અસર પહોંચી છે.

ઇમિગ્રેશને જણાવ્યું હતું કે અમે એક IT સમસ્યાથી વાકેફ છીએ જેમાં લગભગ 27 ઓગસ્ટ 2024 થી અરજદારોને તેમના ઇમિગ્રેશન ઑનલાઇન એકાઉન્ટમાં જોવા માટે કેટલીક વિઝા એપ્લિકેશન સિસ્ટમ્સ માટેના લેટર્સ અપલોડ કરવામાં સમસ્યા નડી રહી છે. બીજી તરફ એવા પણ કેટલાક લોકો છે જેઓને ઇમેઇલ દ્વારા લેટર્સ પ્રાપ્ત થયો છે પરંતુ તેમના ઓનલાઇન એકાઉન્ટમાં ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ અપલોડ કરી શક્યું નથી. આઇટીમાં આવી રહેલી ખામી દૂર કર્યા બાદ જ આ લેટર્સ ઉપલબ્ધ થઇ શકશે.

ક્યા ક્યા વિઝા ધારકોને આવી રહી છે મુશ્કેલી ?

  • Student visas
  • Group Visitor Visas
  • Work visas (excluding the Accredited Employer Work Visa)
  • Partner and child visas
  • Straight to Residence Visa
  • Work to Residence Visa
  • Transport Work to Residence Visa
  • Care Workforce Work to Residence Visa

જો સમસ્યા છે તો શું કરવું ?
INZએ જણાવ્યું હતું કે અમે વધુ માહિતીની વિનંતી કરતો લેટર મોકલ્યો હોઈ શકે છે, અથવા અરજદારોને તેમની અરજી સાથે અમે ઓળખી હોય તેવી ચિંતા પર ટિપ્પણી કરવા ઇન્વાઇટ કર્યા હોઈ શકે છે, અને તેમને જવાબ આપવા માટે સમયમર્યાદા પ્રદાન કરી છે.

જો તમને IT સમસ્યાને કારણે આ લેટર પ્રાપ્ત ન થાય, તો અમે તમારી અરજી અને જવાબ આપવાની અંતિમ તારીખને ધ્યાનમાં લેતી વખતે આને ધ્યાનમાં લઈશું. તમારી અરજી વિશેના કોઈપણ અન્ય પ્રશ્નો માટે, તમે અમારા ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.