સજા સામે અપીલ કરાયા બાદ આરોપીને કોર્ટે રાહત આપી,ક્રાઇસ્ટચર્ચમાં આરોપીએ એપ્રિલ 2023ના રોજ પોતાના દીકરાને મળવા આવેલા વૃદ્ધને અજાણતાથી કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા


ભારતીય મૂળના વ્યક્તિની હત્યા કરનારા જેડન કાહીને હોમ ડિટેન્શનની સજા સંભળાવવામાં આવી છે. અગાઉ ક્રાઇસ્ટચર્ચની કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી હતી જોકે આ સજા સામે આરોપીએ સફળતાપૂર્વક અપીલ કરી હતી.
એપ્રિલ 2023માં ભારતથી આવેલા મેવા સિંઘને કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતારનાર જેડન કાહીને બે વર્ષની સજા ફટકારી છે. જેડન એવું સમજી બેઠો હતો કે મેવા સિંઘ તેના પુત્રને કિડનેપ કરીને લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેણે તેમના પર હુમલો કર્યો હતો. અગાઉ ન્યાયાધીશ જસ્ટિસ મેલાની હાર્લેન્ડે પાંચ વર્ષનો પ્રારંભિક સમય લીધો અને તેના માનસિક સ્વાસ્થ્ય, દોષિત અરજી અને પસ્તાવો સહિતના પરિબળોને ધ્યાનમાં લીધા પછી ઓક્ટોબરમાં તેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
એપ્રિલ 2023 માં ક્રાઇસ્ટચર્ચમાં લિનવુડ પાર્ક નજીક આ હુમલાના બે દિવસ પછી ભારતના 60 વર્ષીય મેવા સિંઘનું મૃત્યુ થયું હતું. બાદમાં જેડને સિંહની હત્યા કર્યાની કબૂલાત કરી હતી
Leave a Reply