‘Anko Double Walled Coffee Cups with Lids’ પ્રોડક્ટથી ગંભીર ઇજા થવાની સંભાવના, કસ્ટમરને રિફંડ આપવાનો આદેશ


ઓસ્ટ્રેલિયામાં પણ કેમાર્ટ દ્વારા કોફી કપને માર્કેટમાંથી પાછા ખેંચાયા
પ્રોડક્ટ સેફ્ટી ઓથોરિટી દ્વારા Kmartમાં વેચાતા અમુક કપ તાત્કાલિક પાછા ખેંચવાનો આદેશ કર્યો છે., ‘ગંભીર ઈજાનું જોખમ’ હોવાની ચેતવણી આપી છે અને ગ્રાહકોએ , જેમણે આ કપ ખરીદ્યા છે તેઓને રિફંડ માટે સૂચિત કરવામાં આવે છે. ‘Anko Double Walled Coffee Cups with Lids’ પહેલેથી જ ઈજાઓ પહોંચાડી ચૂક્યા છે, અને જે કોઈએ પણ તે ખરીદ્યા હોય તેમને રિફંડ માટે તાત્કાલિક પરત કરવા જણાવાયું છે.
પ્રોડક્ટ સેફ્ટી NZએ જણાવ્યું હતું કે, “જ્યારે કપમાં ગરમ પ્રવાહી ભરવામાં આવે છે, ત્યારે ઢાંકણ ઝડપથી છૂટી શકે છે અને બ્લાસ્ટ પણ થઇ શકે છે કારણ કે તેમાં પ્રેશર રિલીઝ વાલ્વ આપવામાં આવ્યા નથી.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જો કપનું ઢાંકણ અણધારી રીતે કપમાંથી નીકળી જાય તો ગરમ પ્રવાહી અથવા વરાળથી દાઝી જવાથી ગંભીર ઈજા થવાનું જોખમ રહેલું છે,જેનાથી ગંભીર ઇજા થવાની સંભાવના રહેલી છે.”
આ કપ ત્રણ રંગોમાં ઉપલબ્ધ હતા અને સનસેટ, સેજ અને બ્લેક કલરમાં આવતા હતા. તેઓ નીચેના પ્રોડક્ટ SKU કોડ ધરાવતા હતા: 43479030, 43479047, 43479054. જેથી ગ્રાહકોને ઝડપથી પ્રોડક્ટને પરત કરીને રિફંડ માટે આદેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં પણ આ ઉત્પાદનો પાછા ખેંચવામાં આવ્યા છે. Kmartના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્ટોર ગ્રાહકોને “તાત્કાલિક ઉત્પાદનનો ઉપયોગ બંધ કરવા” અને તેને સ્ટોર પર પરત કરવા વિનંતી કરે છે, જ્યાં તેમને ખરીદીની રસીદ વિના પણ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.
Leave a Reply