DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

વ્હાઇટ સ્વાન રોડ પર ઘરેલું હિંસામાં પોલીસના સાથેના ઘર્ષણનો આખરે અંત, એકની ધરપકડ

wHITE sWAN ROAD, Mt. Roskill, Auckland, New Zealand, Police, Domestic Violence,

પાંચ કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલા કૌટુંબિક ઝઘડામાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ, લોકોને ઘણાં કલાકો સુધી ઘરની બહાર રહેવું પડ્યું તો સાંજે પાંચ કલાકથી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાયો

ઓકલેન્ડના માઉન્ટ રોસ્કિલ વિસ્તારમાં આવેલ વ્હાઇટ સ્વાન રોડ પર બુધવારે બપોરથી મોડી સાંજ સુધી ચાલેલા પોલીસ સ્ટેન્ડ-ઓફ બાદ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના કૌટુંબિક હિંસાના બનાવને પગલે શરૂ થઈ હતી, જેમાં પોલીસે એક પુરુષ અને એક મહિલાને અલગ કરવા માટે યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

બપોરે 1 કલાક પહેલા રોડ કરાયો હતો બંધ
બપોરના 1 વાગ્યા પહેલા પોલીસે વ્હાઇટ સ્વાન રોડનો એક ભાગ બંધ કરી દીધો હતો અને અધિકારીઓ નજીકના મકાનમાં રહેલા એક વ્યક્તિ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એલિસ એવન્યુ અને રિચાર્ડસન રોડ વચ્ચે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર એક RNZ રિપોર્ટરે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ઇગલ હેલિકોપ્ટરનો ઉપયોગ “ડિસ્ટ્રેક્શન ટેકનિક” માટે યોગ્ય તક ઓળખવા માટે કરવામાં આવ્યો હતો. સાંજે 4:07 વાગ્યે ચાર મોટા અવાજો સંભળાયા હતા, જોકે તે ગોળીબારના હતા કે કેમ તે સ્પષ્ટ નથી.

ઘટના સ્થળની નજીક રહેતા કેટલાક રહેવાસીઓ, જેમાં શાળા છૂટ્યા બાદ ઘરે પાછા ફરતા બાળકોના વાલીઓ પણ સામેલ હતા, તેમને તેમના ઘરોમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને પોલીસ દ્વારા તેમને હાલ પૂરતું દૂર રહેવા જણાવાયું હતું. એક રહેવાસીએ જણાવ્યું કે તેમને રસ્તો કેટલો સમય બંધ રહેશે તેની કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

લિનફિલ્ડ કોલેજના વિદ્યાર્થીઓને પણ સુરક્ષિત સ્થળ પુરું પડાયું
લિન્ફિલ્ડ કોલેજના પ્રિન્સિપાલ કેથ કનેલ પણ ઘટનાસ્થળે હાજર હતા અને જે વિદ્યાર્થીઓ ઘરે પરત ફરી શક્યા ન હતા તેમને સુરક્ષિત સ્થળ પૂરું પાડવાની વ્યવસ્થા કરી હતી. લીન્ફિલ્ડ કોલેજ અને માર્શલ લેઈંગ પ્રાઇમરી સ્કૂલને લોકડાઉન કરવાની જરૂર પડી ન હોવાનું સમજાય છે. પોલીસે પરિસ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રિત કરી અને હવે મામલો શાંત પડ્યો છે.