- ઘરની સરેરાશ કિંમતો એક વર્ષ પહેલા કરતાં થોડી ઓછી થઇ
- વેચાણના આંકડા જરૂર સુધર્યા પરંતુ ઓગસ્ટની સરખામણીએ થોડો ફેરફાર થયો છે
- વેચાણ માટેના સરેરાશ દિવસોમાં નવનો વધારો, હવે 49 દિવસ લાગે છે ઘર વેચતા
- રિઝર્વ બેંકના દરમાં ઘટાડા બાદ વધુ ગતિવિધિની અપેક્ષા


સમગ્ર દેશમાં હાઉસિંગ માર્કેટ હાલ શાંત જોવા મળી રહ્યું છે. જ્યાં કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને વેચાણ માટે વધુ ઘરો મોજુદ છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં માત્ર આટલી જ મુશ્કેલીઓ નથી પરંતુ ઘર વેચવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે.
રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ (REINZ) અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં ઘરની કિંમતમાં 0.4%નો ઘટાડો થયો છે. ઘરની સરેરાશ કિંમત હવે $781,000 છે, જે એક વર્ષ પહેલાની સરખામણીએ 2.3% નીચી છે પરંતુ ઓગસ્ટથી 0.2% વધારો થયો છે. આ તરફ દેશના સૌથી મોટા એવા ઓકલેન્ડ શહેરમાં, સરેરાશ કિંમત 5.4% ઘટીને $970,000 થઈ છે.
રાષ્ટ્રીય વેચાણ ગયા વર્ષ કરતાં 2.4% વધ્યું અને ગયા મહિના જેટલું જ રહ્યું હવોનું સામે આવ્યું છે. હવે ઘર વેચવામાં સરેરાશ 49 દિવસ લાગે છે, જે પહેલા કરતા નવ દિવસ વધારે છે. વેચાણ માટે ઉપલબ્ધ ઘરોની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 27.4%નો વધારો થયો છે.
REINZ CEO જેન બેયર્ડે નોંધ્યું હતું કે બજાર ધીમી હોવા છતાં, 2025 માં સુધારાની આશા છે. રિઝર્વ બેન્કે વ્યાજ દરો ઘટાડ્યા પછી, વધુ ખરીદદારો બજારમાં પ્રવેશવાની અપેક્ષા છે, જે આગામી મહિનાઓમાં પ્રવૃત્તિને વેગ આપી શકે છે.
તેણીએ ઉલ્લેખ કર્યો કે સંકેતો સ્થિરતા દર્શાવે છે અને વર્તમાન ભાવમાં ઘટાડો વર્ષના આ સમય માટે સામાન્ય છે. વધુ ઉપલબ્ધ ઘરો ખરીદદારોને વધુ પસંદગીઓ આપે છે અને આ સિઝનમાં સામાન્ય કરતાં વધુ લોકો ખુલ્લા ઘરોની મુલાકાત લઈ રહ્યાં છે.
અહીં એક વર્ષ પહેલાંના કેટલાક પ્રદેશોમાં સરેરાશ ભાવ ફેરફારો છે:
ઓકલેન્ડ: 5.4% ઘટીને $970,000
બે ઓફ પ્લેન્ટી: 1.2% ઘટીને $790,000
વાઇકાટો: 1.6% વધીને $760,000
વેલિંગ્ટન: 1.7% વધીને $792,500
કેન્ટરબરી: 1.2% વધીને $688,000
ઓટાગો: 3.8% વધીને $685,000
Leave a Reply