DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

Auckland : ફ્લેટબુશમાં ઉબર ઇટ્સના ડ્રાઇવર બનીને ઘરમાં ઘૂસી લૂંટ મચાવી

UBER Eats Driver, Robbery, Flat bush Auckland, Home Invasion, New Zealand Crime News, Auckland,
સંકેતાત્મક તસવીર

લૂંટ દરમિયાન ઘરમાં રહેતા બે વ્યક્તિઓ પર હુમલો, રવિવારે રાત્રે 9.10 કલાકની ઘટના, પોલીસે શરૂ કરી તપાસ

સાઉથ ઓકલેન્ડમાં (South Auckland) ઉબર ઇટ્સના ડિલિવરી ડ્રાઇવર તરીકેનો ઢોંગ કરીને પુરુષોના એક જૂથે એક ઘરમાં ઘૂસીને બે લોકો પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે લગભગ 9.10 વાગ્યે બિર્કલેન્ડ્સ રોડ (Birchlands Road) પરના એક ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશની જાણ થઈ હતી. ઘરમાં હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે પુરુષોના એક જૂથે ઉબર ઇટ્સના ડિલિવરી ડ્રાઇવર તરીકેનો ઢોંગ કરીને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીઓએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ બે લોકોને મુક્કા માર્યા અને તેમના મોબાઇલ ફોન તેમજ વૉલેટની લૂંટ ચલાવી હતી. સેન્ટ જોને એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું કે તેમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમની હાજરી જરૂરી ન હતી. પોલીસ આ ઘટના અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે અને આરોપીઓને શોધવા માટે તપાસ ચલાવી રહી છે.