મંગળવારે ઓકલેન્ડના પીહા બીચ પર દરિયા કિનારે ફસાઈ ગયા બાદ ગુમ થયેલા સ્વિમરની અભિષેક અરોરાની ઓળખ થઈ, યુવક અંબાલા શહેરનો વતની અને આઠ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડ આવ્યો હતો
વેસ્ટ ઓકલેન્ડના પીહા બીચ ખાતે મંગળવારે એક યુવાન દરિયા કિનારે ગુમ થયા બાદ બેથલ્સ બીચ પર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકની ઓળખ ભારતીય મૂળના અભિષેક અરોરા તરીકે થઇ છે. 25 વર્ષીય યુવકના આગામી મહિને જ લગ્ન થવાના હતા. જોકે હાલ તેના પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.
25 વર્ષીય અભિષેક અરોરા, મંગળવારે, 28 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે પશ્ચિમ ઓકલેન્ડ બીચ પર તરતો હતો ત્યારે તે અને અન્ય છ લોકો રીપમાં ફસાઈ ગયા હતા. પોલીસે આજે સવારે પુષ્ટિ કરી કે ગઈકાલે રાત્રે 8 વાગ્યા પછી, પીહાની ઉત્તરે આવેલા બેથેલ્સ બીચ પર કિનારેથી એક લાશ ધોવાઈ ગયેલી મળી આવી હતી. ઔપચારિક ઓળખ ચાલુ છે પરંતુ પોલીસ માને છે કે તે ગુમ થયેલ સ્વિમર અભિષેક અરોરાની હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં સર્ફ લાઈફસેવર્સ દ્વારા છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ શરૂઆતમાં ઓકલેન્ડ હોટલ સુપરવાઈઝર મળી શક્યા ન હતા. ગઈકાલે, પોલીસે ભારતમાં અરોરાના પરિવારને જણાવ્યું હતું કે તેઓ માને છે કે બેથેલ્સ બીચ પર મળેલો મૃતદેહ અભિષેકનો જ છે, તેમના પિતરાઈ ભાઈ વિજય તોમરે આજે સવારે સ્થાનિક ન્યૂઝપેપર ન્યૂઝીલેન્ડ હેરલ્ડને જણાવ્યું હતું. હવે અમે અભિષેકના મૃતદેહને ભારત લાવવાની કોશિશ કરવામાં આવશે.
આઠ વર્ષ પહેલાં નવી દિલ્હીથી 200 કિમી ઉત્તરમાં આવેલા અંબાલા શહેરથી ઓકલેન્ડ આવેલા અરોરાનો ન્યુઝીલેન્ડમાં કોઈ પરિવાર નહોતો, પરંતુ આવતા મહિને લગ્ન થવાના હતા, એમ તોમરે જણાવ્યું હતું. તેની ફિયાન્સી શ્રીલંકન છે અને તેણીનું ન્યૂઝીલેન્ડમાં કોણ છે તે અંગે જાણી શકાયું નથી.
અભિષેક અરોરાના નાના ભાઈ આજે તેમના મૃતદેહની ઓળખ કરવા માટે ન્યુઝીલેન્ડ પહોંચશે અને તેમને ઘરે પરત લાવવાનું દુઃખદ કાર્ય શરૂ કરશે તેવી અપેક્ષા હતી. હાલ પરિવારને મદદ કરવા માટે ગિવ અ લીટર પર પેજ બનાવવામાં આવ્યું છે. જેથી અભિષેકના પરિવારને મૃતદેહ પહોંચાડવા માટે મદદ કરી શકાય.
સર્ફ લાઇફ સેવિંગ ન્યુઝીલેન્ડના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે, અરોરા અને અન્ય છ લોકો દરિયામાં તણાઈ ગયા હતા, તેઓ ધ્વજ વચ્ચેના પાણીમાં હતા. “તરવૈયાઓ ધ્વજવાળા વિસ્તારમાં હતા જેનો અર્થ એ થયો કે સર્ફ લાઇફગાર્ડ્સ જોઈ રહ્યા હતા અને સાત તરવૈયાઓમાંથી છને બચાવવામાં સફળ રહ્યા હતા.”
સાતમાંથી ચારને લાઇફગાર્ડ્સે રેસ્ક્યૂ બોર્ડનો ઉપયોગ કરીને બચાવી લીધા હતા, અને બેને IRB દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ અરોરા મળી શક્યા ન હતા.
Leave a Reply