ઘરની કિંમતોમાં દેશમાં 0.2 ટકાનો તો ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો, દેશમાં સરેરાશ હાઉસિંગ પ્રોપર્ટીની કિંમત $931,438


ન્યુઝીલેન્ડ અને ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ઓકલેન્ડમાં સરેરાશ ઘરની કિંમત હજુ પણ $1.28 મિલિયનથી વધુ છે જ્યારે નેશનલ એવરેજ પ્રોપર્ટી પ્રાઇઝ હજુ એક મિલિયનથી નીચે જોવા મળી રહી છે.
વિશ્લેષકો કોરલોજિકના અનુસાર ઓકલેન્ડની સરેરાશ ઘરની કિંમત મે મહિનામાં 0.8 ટકા ઘટીને $1.28 મિલિયન થઈ હતી, જ્યારે વેલિંગ્ટનની કિંમતો 0.6 ટકા ઘટીને $920,551 થઈ હતી. નેશનલ પ્રાઇસ $931,438 ના સરેરાશ મૂલ્ય પર 0.2 ટકા ઘટાડો નોંધાયો હતો. ન્યુઝીલેન્ડ અને ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે.
જાણકારોના મતે સતત બેરોજગારી તથા લોકો જે પ્રકારે નોકરીઓ ગુમાવી રહ્યા છે તે જોતાં હજુ પણ તેમાં ઘટાડાને નકારી શકાય નહીં. આ તરફ મોર્ગેજ રેટમાં સતત વધારો પણ એક મોટું કારણ છે.


દેશમાં ઓકલેન્ડમાં સૌથી વધુ કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં વેટાકેરે ઓકલેન્ડનો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં ભાવ ઘટી નથી રહ્યા નથી, તેના બદલે માર્કેટ ત્યાં ફ્લેટ જોવા મળી રહ્યું છે. મનુકાઉમાં મે મહિનામાં 1.4 ટકાના ઘટાડા સાથે સરેરાશ $1.15m માર્કેટ પ્રાઇસ રહી હતી, ત્યારબાદ નોર્થ શોરમાં 1.2 ટકાનો ઘટાડો થયો હતો કારણ કે તેનું સરેરાશ મૂલ્ય $1.46m સુધી પહોંચ્યું હતું.
સાથી પ્રોપર્ટી વિશ્લેષકો વનરૂફ અને વેલોસિટીએ પણ શોધી કાઢ્યું છે કે જ્યારે ઘરની કિંમતો ગયા વર્ષના સમાન સમયે વધી રહી છે, ત્યારે ઓકલેન્ડ, ગિસ્બોર્ન અને બે ઓફ પ્લેન્ટીમાં છેલ્લા ત્રણ મહિનામાં તેમાં ઘટાડો રહ્યો છે. તાજેતરના વનરૂફ-વેલોસિટી હાઉસ વેલ્યુ ઇન્ડેક્સ અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં ઓકલેન્ડના ઘરની કિંમતોમાં 1.1 ટકાનો ઘટાડો થયો છે.
Leave a Reply