મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ દ્વારા ન્યુઝીલેન્ડના ક્રાઇમ ડેટાનો ખુલાસો થયો છે. જેમાં નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023 દરમિયાન 7100 લોકોનો સર્વે હાથ ધરાયો, પોતાને સંપૂર્ણ અસુરક્ષિત માનતા લોકોમાં દોઢ ગણો વધારો નોંધાયો.


સરકાર લેબર પાર્ટીની હોય કે નેશનલ પાર્ટીની. એક બાબત ક્યારેય બદલાઇ નથી. અહીં વાત થઇ રહી છે ન્યુઝીલેન્ડના ક્રાઇમ રેટની… કારણ કે તેમાં સતત વધારો થઇ રહ્યો છે અને વધુને વધુ ન્યુઝીલેન્ડર્સ પોતાને અસુરક્ષિત માની રહ્યા છે. તાજેતરના આંકડા મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ દ્વારા ન્યુઝીલેન્ડ ક્રાઇમ અંગે બહાર પાડવામાં આવ્યા છે. નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023 દરમિયાન 7100 લોકોનો સર્વે હાથ ધરાયો, પોતાને સંપૂર્ણ અસુરક્ષિત માનતા લોકોમાં દોઢ ગણો વધારો નોંધાયો છે.
આ સર્વેનો ઉદ્દેશ “દેશમાં નોંધાયેલા અને રિપોર્ટેડ ક્રાઇમ અને અનરિપોર્ટેડ ક્રાઇમ અંગે આંકડા” શોધવાનો હતો. સર્વેક્ષણ મુજબ, 12 મહિનામાં 32% લોકોએ અપરાધનો અનુભવ કર્યો છે, જેમાં લગભગ 1.88 મિલિયન બનાવો સામેલ થયા છે. MOJ જનરલ મેનેજર સેક્ટર ઇનસાઇટ્સ રેબેકા પેરિશે જણાવ્યું હતું કે 2018 માં પ્રથમ સર્વેક્ષણથી આ સંખ્યા “પ્રમાણમાં સ્થિર” રહી છે. અગાઉના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે 31% કિવીઓએ ગુનાનો અનુભવ કર્યો હતો.
ગુનાને કારણે અસુરક્ષિત અનુભવતા લોકોની સંખ્યામાં 2018માં 9.3% થી 2024માં 15.1% સુધીનો વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને 30 અને તેથી વધુ ઉંમરના, એશિયન પુખ્તો અને ઓકલેન્ડ અને વાઈકાટોમાં રહેતા લોકોની જો વાત કરવામાં આવે. જ્યારે 2018માં 29.7%ની સરખામણીએ સંપૂર્ણપણે સલામત અનુભવનારાઓ ઘટીને 23.8% થઈ ગયા છે.
આ તરફ પોલીસ દ્વારા પણ મિનિસ્ટ્રી ઓફ જસ્ટીને ટાંકીને કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જે આ પ્રમાણે છે.
- High trust and confidence in Police remains strong at 67%
• Reporting to Police continues to improve
• Public concerns about safety continue due to high profile crime trends
• Other crime levels remain broadly stable across last 6 years
• 83% of public believe Police act professionally
પોલીસ કમિશનર કોસ્ટરે જણાવ્યું હતું કે, અમારા સ્ટાફ દરરોજ તેમની ભૂમિકાઓ કેવી રીતે નિભાવે છે, તેમને સુરક્ષિત રાખવા માટે સમુદાયો સાથે નજીકથી કામ કરે છે તે માટે ઘણો આદર છે. આ સર્વેક્ષણ નવેમ્બર 2022 થી ઓક્ટોબર 2023 ના સમયગાળા દરમિયાન લોકોએ પોલીસને ગુનાની જાણ કરી કે નહીં તે અંગેની માહિતી મેળવવાનો હતો. “આપણા સમુદાયોમાં અપરાધ અને નુકસાન અટકાવવું અને કટોકટીઓનો જવાબ આપવો એ હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે.
Top level national findings:
• Between November 2022 and October 2023 NZCVS found that: Online fraud remains a concern – most people report those offences to banks rather than Police.
- o Car thefts have increased in the last two years.
- The prevalence of adults experiencing crime is broadly consistent with previous cycles
- But high-profile crime trends are affecting public feelings of safety
- The Police Module (PM) shows that most New Zealanders (83%) agree that Police are professional when they are conducting their duties – this is something we are proud of and continue to strive for
- High trust and confidence in Police remains strong at 67%.
છેતરપિંડી અને વાહન ચોરીની ઘટનામાં વધારો
પેરિશે કહ્યું હતું કે “ગયા વર્ષે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોના દરમાં મોટો વધારો નોંધ્યો હતો. આ વલણ 2023 માં પણ ચાલુ રહ્યું હતું. છેલ્લા 12 મહિનામાં ન્યુઝીલેન્ડના 10% લોકોએ છેતરપિંડીનો અનુભવ કર્યો છે, “આ તેને ન્યુઝીલેન્ડમાં સૌથી સામાન્ય ગુનો બનાવે છે.”
છેતરપિંડીનો સૌથી સામાન્ય પ્રકાર અનધિકૃત બેંક વ્યવહારો હતો, જે કુલના 66% હિસ્સો ધરાવે છે, ત્યારબાદ ઓનલાઈન સ્કેમ ખરીદીઓ હતી જે 20% જેટલી નોંધાઇ છે. “વધારો એ વિશ્વવ્યાપી વલણ છે અને સંભવતઃ ઓનલાઇન વધુ નાણાકીય પ્રવૃત્તિ કરતા લોકો સાથે સંબંધિત છે, ખાસ કરીને ઓનલાઇન શોપિંગ કરી રહેલા લોકો વધુ છેતરાઇ રહ્યા છે”.
2022માં આશરે 41,000 ઘરોમાંથી વાહન ચોરી 47% વધીને 2023માં લગભગ 60,000 થઈ ગઈ હતી.
વર્ષ 2023માં 185,000 ન્યુઝીલેન્ડના લોકો હિંસક ગુનાનો ભોગ બન્યા
સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 2023 માં 185,000 ન્યુઝીલેન્ડના લોકો હિંસક ગુનાનો ભોગ બન્યા હતા – જેમાં શારીરિક અને જાતીય હુમલો અને લૂંટનો સમાવેશ થાય છે. પોલીસને ગુનાની જાણ કરનારા લોકોની સંખ્યા 2018 થી “સ્થિર રહી” છે જોકે તમામ ગુનાઓમાંથી 28% નોંધાયા છે.
Leave a Reply