ભારત અને ન્યૂઝીલેન્ડની શૈક્ષણિક સંસ્થાનો વચ્ચે MoU, IIT દિલ્હીના કાર્યક્રમમાં લક્સન દ્વારા “ન્યુઝીલેન્ડ એક્સેલન્સ એવોર્ડ્સ (NZEA) 2025″ની જાહેરાત


ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડ અને ભારત શિક્ષણ ક્ષેત્રે એકબીજાના સાથી છે. તેઓ ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સફળ થવા માટે જરૂરી કૌશલ્યો વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ સાથે શીખે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને IIT દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં “ન્યુઝીલેન્ડ એક્સેલન્સ એવોર્ડ્સ (NZEA) 2025” ની જાહેરાત કરી. ઉપરાંત, ન્યુઝીલેન્ડની યુનિવર્સિટીઓ અને ભારતીય સંસ્થાઓ વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધારશે.
શિષ્યવૃત્તિ અને ઇન્ટર્નશિપની તકો:
NZEA 2025 હેઠળ, ન્યુઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને NZ$2,60,000 ની આંશિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં IIT દિલ્હીના 30 વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડની કંપનીઓમાં ઓનલાઈન ઇન્ટર્નશિપ કરવાની તક મળશે, જેનાથી તેમને કાર્ય અનુભવ મળશે.
પ્રધાનમંત્રી લક્સને શું કહ્યું?
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું કે ન્યુઝીલેન્ડ અને ભારત શિક્ષણ ક્ષેત્રે એકબીજાના ભાગીદાર છે. તેઓ ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સફળ થવા માટે જરૂરી કૌશલ્યો શીખે.
IIT દિલ્હીના ડિરેક્ટરે શું કહ્યું?
IIT દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર રંગન બેનર્જીએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ન્યૂઝીલેન્ડ સાથે ભાગીદારી જ્ઞાન આદાનપ્રદાન, સંયુક્ત સંશોધન અને વિદ્યાર્થી ચળવળમાં વધારો કરશે.
NZEA સ્કોલરશિપ માટે માટેની યોગ્યાતા
- અરજી કરતી વખતે ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
- ભારતીય નાગરિક હોવો જોઈએ, અને ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયાનો નાગરિક કે કાયમી નિવાસી ન હોવો જોઈએ.
- કેટલીક યુનિવર્સિટીઓની પોતાની લાયકાતની આવશ્યકતાઓ હોઈ શકે છે, જે તેમની વેબસાઇટ પર જોઈ શકાય છે.
- અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૨૫.
ન્યૂઝીલેન્ડ અને ભારતીય સંસ્થાઓ વચ્ચે કરાર
ઓકલેન્ડ યુનિવર્સિટીએ મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE) અને IIT ખડગપુર સાથે સંશોધન સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તો ઓકલેન્ડ યુનિવર્સિટી અને ટેક મહિન્દ્રા વચ્ચે AI, મશીન લર્નિંગ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવા અંગે મંજૂરી પ્રદાન કરવામાં આવી હતી.
વૈકાટો યુનિવર્સિટી અને બેનેટ યુનિવર્સિટીએ કાયદા, વ્યવસાય, કમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં સંયુક્ત કાર્યક્રમો શરૂ કરશે. જેથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ ઉપરાંત વ્હાઇટક્લિફ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ ડિઝાઇને શિક્ષકો અને વિદ્યાર્થીઓના વિનિમય માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) સાથે કરાર કર્યા છે.
Leave a Reply