ઓકલેન્ડમાં એશિયન મૂળના લોકો પર હુમલાની ઘટના યથાવત્, 19 જુલાઇની ઘટના, પોલીસે કહ્યું, તપાસ હજુ પણ પ્રાથમિક તબક્કામાં, ભક્તોમાં ડરનો માહોલ
ભારતીય મુળની મહિલાએ કહ્યું, 2009થી હું મંદિરે જઉં છું, પરંતુ હવે મંદિરના પ્રીમાઇસીસમાં જ બનેલી આવી ઘટના બાદ જતાં ડર લાગી રહ્યો છે


આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
એશિયન મૂળના લોકો પર હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેમાંય ખાસ કરીને સાઉથ ઓકલેન્ડમાં આવી ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઇ છે. પાપાકુરાના ડેન્ટ પ્લેસ પર આવેલું શ્રી ગણેશ ટેમ્પલ ભારતીય સમૂદાયમાં ઘણું જાણીતું છે અને અહીં આવતા ભક્તોની સંખ્યા પણ ઘણી વધારે છે. તાજેતરમાં જ 19 જુલાઇએ એક એવી ઘટના બની છે કે ત્યાં જતા ભક્તોમાં હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
19 જુલાઇએ ભારતીય મૂળની મહિલા પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ભારતીય સમૂદાયમાં પડ્યા છે. જેમાં મહિલાને હુમલાની સાથે ધમકી આપવામાં આવી હતી. પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તપાસ હજુ પણ પ્રાથમિક તબક્કામાં જ છે. ભારતીય મહિલાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે 2009થી જ્યારે તે ભારતથી ન્યૂઝીલેન્ડ આવી ત્યારથી શ્રી ગણેશ ટેમ્પલ દર્શન માટે આવતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. તેમાંય આ ઘટના બાદ મંદિરે આવતા પણ ડર લાગી રહ્યો છે.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે મારું ઘર મંદિરથી માત્ર બે કિલોમીટરની નજીક છે. પરંતુ એ દિવસે એક પુરુષ વ્યક્તિ મારી પાસે આવ્યો હતો અને મારો મોબાઇલ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી મને ખભામાં દુખાવો થયો અને તેણે મારો મોબાઇલ ઝુંટવીને જમીન પર ફેંકી દીધો હતો. મારી આંગળીમાં પણ ઇજા પહોંચી છે. સૌથી ચોંકાવનારું વલણ એ છે કે આવા તત્વો હવે મંદિરની અંદર સુધી પહોંચતા પણ ખચકાતા નથી. આ ઘટના મંદિરની અંદર બની હતી.
Leave a Reply