DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

NZ પોલીસ મિનિસ્ટર માર્ક મીચેલ ઘાયલ ગુરદીપસિંહને હોસ્પિટલમાં મળ્યા

Papateotoe Auckland, pooja jewellers, robbery, New Zealand crime, NZ police,

પાપાટોયટોયની પૂજા જ્વેલર્સની માલિક ગુરદીપસિંહને ઓકલેન્ડ હોસ્પિટલ શિફ્ટ કરાયા, હુમલામાં પૂજા જ્વેલર્સના માલિક ગુરદીપસિંહને ખોપડીનું ફ્રેક્ચર થયું

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડના પાપાટોયટોય ખાતે આવેલી પૂજા જ્વેલર્સમાં રવિવારે સાંજે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં સ્ટોરના માલિક ગુરદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે ચારેબાજુથી ન્યુઝીલેન્ડ સરકાર અને ખરાબ પોલીસ નીતિનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ પોલીસ મિનિસ્ટર માર્ક મીચેલે ઘાયલ ગુરદીપસિંહની ઓકલેન્ડ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી.

સ્ટોરમાં કાચનો દરવાજો તોડીને ચારથી પાંચ લૂંટારા ધસી આવ્યા હતા. જેમાં સ્ટોર તથા કસ્ટમરને બચાવવા જતાં લૂંટારૂઓએ 50 વર્ષીય ગુરદીપ સિંહના માથામાં હેમરથી ઘા કર્યા હતા. જ્યાં તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને તુરંત મીડલમોર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં ચાકુથી થયેલી ઇજાની સારવાર પછી તેમને ઓકલેન્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં તેમની સર્જરી કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર ગુરદીપ સિંહને સ્કલ ફ્રેક્ચર થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આજે સવારે પોલીસ મિનિસ્ટર માર્ક મીચેલ કેબિનેટ મીટિંગમાં જવાના સ્થાને સીધા જ ઓકલેન્ડ હોસ્પિટલ ખાતે ગુરદીપ સિંહના પરિવારજનને મળ્યા હતા. તેમણે આશ્વાસન આપ્યું હતું કે ગુનાગારોને છોડવામાં નહીં આવે અને પોલીસે તેમની તપાસ વધુ સઘન બનાવી છે.

નજીકના પારિવારિક મિત્ર અને એસોસિએશનના સેક્રેટરી જગ સિદ્ધુએ જણાવ્યું હતું કે પોલીસ મિનિસ્ટર માર્ક મિચેલ પણ સવારે 9.45 વાગ્યે ગુરદીપની મુલાકાત લીધી હતી. “મંત્રીએ અમને કહ્યું કે તેઓ ગુના અને હિંસાના સ્તરે ચિંતિત છે અને ગુરદીપને ખાતરી આપી કે પોલીસ અપરાધીઓને ન્યાયમાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ બનતું બધું કરી રહી છે. હુમલાખોરો હજુ પણ ફરાર છે અને હજુ પણ કોઈ ધરપકડ નથી, પરિવાર દેખીતી રીતે હજુ પણ ખૂબ જ નર્વસ છે.”

આ તરફ ન્યુઝીલેન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેકી વિલ્સન જણાવ્યું હતું કે “પોલીસ બરાબર શું થયું તે એકસાથે કરવા માટે કામ કરી રહી છે, અમે સંખ્યાબંધ સાક્ષીઓ સાથે વાત કરી રહ્યા છીએ અને ઘટનાની તપાસ કરીશું. આના જેવી હિંસક ઘટનાઓ યોગ્ય રીતે ચિંતાનું કારણ બને છે, અને પોલીસ ગુનેગારોને જવાબદાર ઠેરવવા પ્રતિબદ્ધ છે. અપરાધીઓ અને તેમના વાહનને શોધવા માટે પૂછપરછ ચાલુ છે.”

જો તમારી પાસે એવી કોઈ માહિતી હોય કે જે સંડોવાયેલા લોકોને શોધવામાં મદદ કરવા અપીલ કરી છે, જેમાં 105 પર પોલીસનો સંપર્ક કરો અને ઇવેન્ટ નંબર : P059142364નો સંદર્ભ લઇને માહિતી આપી શકો છો.

ગુરદીપ સભાન છે અને વાતચીત કરવામાં પણ સક્ષમ છે. નોંધનીય છે કે, તેઓ Papatoetoe લોકલ બિઝનેસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે.