પેરેન્ટ કેટેગરી ક્વોટામાં એક વખતનો વધારો લાગુ કરવામાં આવી રહ્યો છે, જેથી આ નાણાકીય વર્ષમાં સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી અરજીઓ જારી કરી શકાય


પેરેન્ટ કેટેગરીને લઇ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા વધુ એક અપડેટ આપવામાં આવ્યું છે. આજે જાહેર કરાયેલા રિલીઝ અનુસાર ઇમિગ્રેશન આ નાણાકીય વર્ષમાં સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી અરજીઓ જારી કરી શકાય તે માટે, પેરેન્ટ કેટેગરી ક્વોટામાં એક વખતનો વધારો લાગુ કરવા કટિબદ્ધ છે.
દરેક નાણાકીય વર્ષે, પેરેન્ટ રેસિડેન્ટ વિઝા કેટેગરી હેઠળ 2,500 વિઝા જારી કરી શકાય છે. ‘એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ (EOI) કરનારા લોકોને 2,000 અને બેલોટ EOI કરનારા લોકોને 500 વિઝા જારી કરી શકાય છે.
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડે આ નાણાકીય વર્ષમાં (30 જૂન 2025 સુધી) સામાન્ય રીતે મંજૂર કરતા વધુ પેરેન્ટ કેટેગરી રેસિડેન્ટ વિઝાને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી છે.
ઇમિગ્રેશન મિનિસ્ટ એરિકા સ્ટેનફોર્ડ સંમત થયા છે કે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ આ નાણાકીય વર્ષમાં ક્યુમાં રહેલા EOI બનાવનારા લોકોને 2,331 વિઝા આપી શકે છે, જે એક વખતમાં 331 નો વધારો છે. જોકે 500 વિઝાની બેલોટ મર્યાદા યથાવત રખાઇ છે. જો આ નાણાકીય વર્ષમાં તમારો ક્યુમાં રહેલી EOI પસંદ કરવામાં આવે છે, તો અમે તમારો સીધો સંપર્ક કરીશું.
2025/26 નાણાકીય વર્ષમાં પેરેન્ટ કેટેગરી હેઠળ મંજૂર કરી શકાય તેવા વિઝાની મર્યાદા 2500 છે.
વધુ માહિતી માટે નીચેની લિંક ક્લિક કરશો:
પેરેન્ટ રેસિડેન્ટ વિઝા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) પસંદગી પ્રક્રિયા
Leave a Reply