સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં ન્યૂઝીલેન્ડ સિટીઝને દેશ છોડ્યો, અડધાથી પણ વધારે લોકોએ ઓસ્ટ્રેલિયા જવાનો લીધો નિર્ણય


એકતરફ ઇકોનોમી ડામાડોળ છે અને એમ્પ્લોયમેન્ટ રેટ સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડર્સ હવે નવી તકની શોધમાં દેશ છોડી રહ્યા છે. આ સિલસિલો ઘણાં સમયથી ચાલી રહ્યો હતો અને હવે સપ્ટેમ્બર 2024માં મોટી સંખ્યામાં દેશવાસીઓએ ન્યૂઝીલેન્ડ છોડવાનો નિર્ણય કર્યો છે. સ્ટેટ્સ ન્યૂઝીલેન્ડના આંકડા પ્રમાણે નેટ માઇગ્રેશન 44,900ના આંક સાથે ઘટેલું જોવા મળ્યું છે, પરંતુ ઓક્ટોબર 2023માં આ જ સંખ્યા 136000ને પાર પહોંચી હતી.
સ્ટેટ્સ ન્યૂઝીલેન્ડના જણાવ્યા અનુસાર ઘણાં લોકો ન્યૂઝીલેન્ડ આવી રહ્યા છે પરંતુ ડિપાર્ચરની સંખ્યમાં પણ ઘણો વધારો થયો છે. વર્ષમાં 79,700 ડિપાર્ચર અને 24,900 એરાઇવલ જોવા મળ્યું છે જે ન્યુઝીલેન્ડના 54,700 નાગરિકોની ચોખ્ખી ખોટ દર્શાવે છે.
ઑસ્ટ્રેલિયામાં એમ્પ્લોયમેન્ટ વૃદ્ધિ એકદમ મજબૂત છે, સપ્ટેમ્બર સુધીમાં વાર્ષિક ધોરણે 3.1 ટકાનો એમ્પ્લોયમેન્ટમમાં વધારો થયો છે. જ્યારે આ જ સરખામણીમાં, ન્યુઝીલેન્ડમાં રોજગારી સંકુચિત થઈ રહી છે, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 0.4 ટકા નીચે રહેવા પામી છે.
Leave a Reply