DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પાપાટોઈટોઈની પૂજા જ્વેલર્સમાં સાંજે લૂંટનો બનાવ

Papateotoe Auckland, pooja jewellers, robbery, New Zealand crime, NZ police,

કોલમાર રોડ પર આવેલી જવેલરી શોપમાં લુંટથી સ્થાનિક બિઝનેસ સમુદાયમાં રોષ

ઓકલેન્ડમાં ગુનાખોરી સતત વધી રહી છે જેના સમાચાર હજુ સવારે જ લખ્યા હતા ત્યાં સાંજ પડતા પડતા વધુ એક લૂંટનો બનાવ પાપાટોઈટોઈ ખાતે બન્યો છે. પાપાટોઈટોઈ માં ફરીથી એક વખત લૂંટારુઓએ જ્વેલરી શોપને પોતાનો શિકાર બનાવી છે. કોલમાર રોડ ખાતે આવેલી પૂજા જ્વેલરી શોપમાં લૂંટારોઓએ મોડી સાંજે લૂંટ મચાવી હતી જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. જોકે જ્વેલરી શોપમાં લુટારોઓએ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના મોદી સાંજે 5 અને 40 કલાકે બની હતી.

સમગ્ર ઘટનામાં લૂંટારુઓ થોડી ક્ષણમાં જ લૂંટ મચાવીને નાસી છૂટ્યા હતા. લૂંટમાં ચાકુ અને હેમરનો ઉપયોગ થયો હોવાના અહેવાલ છે. જેમાં એક વ્યકિતને ગંભીર ઇજા પહોંચી છે અને તેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. લૂંટારું એ તેમને માથા પર હેમરના ત્રણ ઘા ફટકાર્યા હતા જેના પગલે તેમને ગંભીર ઇજા પહોંચી

આક્રોશમાં સ્થાનિક બિઝનેસ સમુદાય
ઘટનાની જાણ થતા જ ન્યૂઝીલેન્ડ પોલીસ પણ પહોંચી હતી પરંતુ આ તરફ ભારતીય સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. કારણ કે છેલ્લા ઘણા સમયમાં લૂંટના બનાવો વધી રહ્યા છે તો વિસ્તારમાં આવેલી અન્ય જ્વેલરી શોપ જેવી કે ક્રિષ્ના જ્વેલર્સ glitters જ્વેલર્સ સોના સંસાર અને હવે પૂજા જવેલર્સમાં લુટ નો બનાવ બન્યો છે થોડા સમય પહેલા Glitters જ્વેલર્સમાં લૂંટ થઈ હતી અને એ વખતે પોલીસે સ્થાનિક બિઝનેસ સમુદાયને આશ્વાસન આપ્યું હતું કે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે પરંતુ વધુ એક લુટ બાદ સ્થાનિક લોકોએ પોલીસ પર જ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસ્તારમાં પેટ્રોલિંગની સંખ્યામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને ગુનેગાર બેફામ રસ્તા ઉપર ચાલી રહ્યા છે. સ્થાનિક લોકોએ સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે ક્યારેક આરોપી ઝડપાઈ જાય છે ત્યારે પોલીસ જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરે છે ત્યારે વામણા કાયદાને પગલે તેઓ છૂટી જાય છે. આથી સરકારને વિનંતી છે કે તેઓ આ દિશામાં પણ વિચારે અને કાયદાને વધુ મજબૂત કરે.