ક્રાઇસ્ટચર્ચ પાસે ભારે ટર્બ્યુલન્સથી ફ્લાઇટ પરત ઓકલેન્ડ પહોંચી, જેટસ્ટારની ફ્લાઇટના પેસેન્જરમાં ડરનો માહોલ સર્જાયો, સુરક્ષા કારણોસર કંપનીએ ફ્લાઇટને ઓકલેન્ડ પરત બોલાવી લીધી


આજકાલ ફ્લાઇટ ટર્બ્યુલન્સને કારણે વારંવાર પરેશાનીનો સામનો કરી રહી છે. પહેલા સિંગાપુર એરલાઇન્સ અને કતાર એરવેઝ ફ્લાઇટમાં ટર્બ્યુલન્સને કારણે પેસેન્જર ઇજાગ્રસ્ત થયા હતા અને હવે જેટસ્ટારની ફ્લાઇટને ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. જોકે એરલાઇન્સે સેફ્ટીને પગલે ફ્લાઇટને પરત ઓકલેન્ડ બોલાવી લીધી હતી અને તેમને ઓવરનાઇટ હોટેલ સ્ટે આપીને નવી ફ્લાઇટ બુક કરી છે.
ફ્લાઇટ કેપ્ટને “પવનમાં તીવ્ર વધઘટ”ની જાણ કરી હતી અને “સાવચેતી તરીકે” વિમાનને ફેરવવાનું નક્કી કર્યું હતું. Flightradar24.com અનુસાર, ફ્લાઇટ લગભગ 3.34 વાગ્યે ક્રાઇસ્ટચર્ચની ઉપર હતી ત્યારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પેસેન્જર માટે પરેશાનીજનક મામલો હતો પરંતુ તેમના હિતમાં આ નિર્ણય લેવાયો હતો. અમે અમારા ક્રુ અને પાઇલટને પ્રશંસા કરીએ છીએ જેમણે વિષમ પરિસ્થિતિમાં પરત ફરવાનો નિર્ણય કર્યો. અમારા કર્મચારીઓને આ પ્રકારની સ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેની પહેલેથી જ ટ્રેનિંગ આપવામાં આવી છે.
ક્રાઈસ્ટચર્ચ એરપોર્ટ પર શુક્રવારે સવારે જેટસ્ટારની ફ્લાઈટ પણ રનવે પરથી સરકી ગઈ હતી. જેટસ્ટારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્લેન લેન્ડ થયા પછી તેને “સ્ટીયરિંગમાં સમસ્યા” હતી, જેના કારણે તે “ઓછી ઝડપે રનવે પર વળ્યું” હતું. કોઈ મુસાફરો અથવા ક્રૂને ઈજા થઈ ન હતી, અને વિમાનને ગેટ પર લઈ જવામાં આવ્યું હતું અને બધા મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતર્યા હતા.
Leave a Reply