DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

વેલિંગ્ટન ખાતે 5 માર્ચથી 10મી માર્ચ સુધી શ્રીરામકથાનું આયોજન

Wellington, Shri Ramkatha, Chhote Morari Bapu,

પૂજ્ય શ્રી છોટે મોરારીબાપુના કંઠે રામકથા, વેલિંગ્ટન ગાયત્રી પરિવાર દ્વારા આયોજન કરાયું, સર્વે ભાવિક ભક્તોને પધારવા આયોજકોનું આમંત્રણ

આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટન
વેલિંગ્ટન હવે રામમય બનવા જઇ રહ્યું છે. કારણ કે પાંચમી માર્ચથી 10 માર્ચ સુધી વેલિંગ્ટનના 105, રેન્ડવિક ક્રેસેન્ટ, મોએરા કોમ્યુનિટી હોલ, લોઅર હટ્ટ ખાતે રામકથાનું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી (છોટે મોરારી બાપુ, કુંઢેલીવાલા, ભાવનગર) ના મુખરવિંદે સુંદર રામકથાનું આયોજન કરાયું છે. આયોજક રીષી પટેલ, પ્રતિક ચૌહાણ, ધ્વનિલ પટેલ અને દુષ્યંત કાઠી દ્વારા દરેક વેલિંગ્ટનવાસીને રામકથામાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

છેલ્લા ઘણાં સમયથી વેલિંગ્ટનના ભાવિક ભક્તો દ્વારા માંગ હતી કે રામકથાનું આયોજન કરવામાં આવે અને આખરે હવે એ ઘડી આવી ગઇ છે. પોથી યાત્રાથી લઇને મહાપ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. કથાના યજમાન રીષી પટેલ અને પ્રતિક ચૌહાણ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે આ પ્રમાણે છે.

5મી માર્ચે શ્રીરામકથાનો પ્રારંભ

  • સાંજે 6 કલાકે પોથી યાત્રા
  • પૂજા મંગલા ચરણ
  • શ્રીરામકથા
  • આરતી અને થાળ
  • મહાપ્રસાદ

6 માર્ચથી 9મી માર્ચ
– સાંજે 6.00 કલાકથી 6.40 કલાક સુધી થાળ અને મહાપ્રસાદ
– સાંજે 6.45થી 9.00 સુધી કથા અને આરતી

10મી માર્ચ, સોમવાર
– સાંજે 6.00થી 6.40 કલાક સુધી થાળ અને મહાપ્રસાદ
– સાંજે 6.45 કથા, પૂર્ણાહૂતિ અને આરતી