ઓકલેન્ડ પોલીસે કાળા રંગની SUV ની સાથે 2 લોકોને નોર્થ શોરમાંથી ઝડપી પાડ્યા


ઇસ્ટર સપ્તાહના અંતે અમેરિકન સ્ટુડન્ટ કાઇલ વ્હોરલના દુ:ખદ મૃત્યુના કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર ગ્લેન બાલ્ડવિને અગાઉ મંગળવારે જણાવ્યું હતું કે , પોલીસે એક કાળા SUV વિશે વધુ માહિતી મેળવી હતી જે મીડિયા અપીલનો વિષય પણ બની હતી. હવે તેમાં વધુ સફળતા પ્રાપ્ત થઇ છે અને “ઓપરેશન એબરફેલ્ડી ટીમે રસ ધરાવતા આ વાહન અને તેની ગતિવિધિઓની તપાસ હાથ ધરી હતી.
“હું પુષ્ટિ કરી શકું છું કે અમને હવે આ વાહન નોર્થ શોર પર મળ્યું છે, અને પોલીસ દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યું છે અને તેની વિગતવાર ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.” એક મહત્વપૂર્ણ અપડેટમાં, તપાસ ટીમે આ કેસમાં રસ ધરાવતા વ્યક્તિની પણ ઓળખ કરી છે.
ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર બાલ્ડવિન કહે છે કે ગઈકાલે મોડી બપોરે, પોલીસે બીચ હેવન સરનામે સર્ચ વોરંટ અમલમાં મૂક્યું હતું. “16 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર લૂંટ અને હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો”. “તેને આજે ઓકલેન્ડ યુથ કોર્ટમાં હાજર કરાશે.”
હત્યા બાદ નોર્થ શોરની એક 32 વર્ષીય મહિલા પર પણ હત્યામાં સહાયક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ મહિલા આજે ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થશે. ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર બાલ્ડવિન કહે છે: “અમને ખબર છે કે આ ગુનો થયો ત્યારે વાહનમાં અન્ય લોકો પણ હતા. “આ તપાસ કોઈ પણ રીતે પૂરી થઈ નથી.
પોલીસે જણાવ્યું હતું કે તેઓ હજુ પણ સફેદ ટોયોટા કાર વિશે માહિતી શોધી રહ્યા છે. “હું તે મુસાફરોને ફરીથી કહેવા માંગુ છું કે તેઓ સાક્ષી છે, અને તેમની માહિતી અમારી તપાસ માટે મહત્વપૂર્ણ છે. તેઓએ કૃપા કરીને વહેલી તકે આગળ આવવું જોઇએ.”
નોંધનીય છે કે વ્હોરલ મનાકી વ્હેનુઆ લેન્ડકેર રિસર્ચમાં યુએસ ડોક્ટરલ વિદ્યાર્થી હતો અને ઓકલેન્ડ યુનિવર્સિટીમાં કીટશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યો હતો.
Leave a Reply