મહિલા અધિકારી સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગનું મોત, પોલીસ મિનિસ્ટર માર્ક મિચેલ નેલ્સન પહોંચ્યા, એક પોલીસ ઓફિસર ગંભીર રીતે ઘાયલ, અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત, બક્સસ્ટન કારપાર્કમાં રાત્રે 2.10 AM કલાકે બનેલી ઘટના
The Following contains distressing content, which may disturb some viewers.
આપણું ગુજરાત ન્યૂઝ. નેલ્સન
ન્યૂઝીલેન્ડના નેલ્સન ખાતે નવ વર્ષની રાત્રિ બે પોલીસ ઓફિસર માટે ગંભીર સાબિત થઇ હતી. બક્સ્ટન કાર પાર્ક ખાતે બુધવારની રાત્રે 2.10 કલાકે કેટલાક લોકોના ટોળા વળ્યા હતા ત્યારે આ સમયે જ કેટલાક ગુંડાતત્વોએ બે પોલીસ ઓફિસર પર ગાડી ચઢાવી દીધી હતી. ઘટનાની ગંભીરતા બાદ પોલીસ મિનિસ્ટર માર્ક મિચેલ નેલ્સન રવાના થયા હતા. આ તરફ પોલીસ કમિશનર રિચર્ડ ચેમ્બર્સે બપોરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે.


મહિલા અધિકારી સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગનું મોત, તેઓ છેલ્લા 38 વર્ષથી ન્યૂઝીલેન્ડ પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા, તેમના નિધનને પગલે નેલ્સન પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
અન્ય ઇજાગ્રસ્ત પોલીસ અધિકારી એડમ રામસેની તબિયત સ્થિર, હોસ્પિટલમાં સારવાર હેઠળ, છેલ્લા 16 વર્ષથી ન્યૂઝીલેન્ડ પોલીસમાં ફરજ હેઠળ


વાઇરલ થયેલા વીડિયો દ્વારા સ્પષ્ટ થઇ રહ્યું હતું કે પોલીસ ઓફિસર જ્યારે બહાર હતા ત્યારે એક સફેદ કાર બંને અધિકારીઓ પર ચઢાવી દેવામાં આવી હતી. સેન્ટ જ્હોને જણાવ્યું હતું કે ત્રણ એમ્બ્યુલન્સ, બે ક્વિક રિસ્પોન્સ વિહિકલ અને એક ઓપરેશન મેનેજર ઘટનાસ્થળે હાજર રહ્યા હતા, હાલ બે અધિકારીઓને નેલ્સન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હવે અપડેટેડ સમાચાર મળી રહ્યા છે કે એક પોલીસ અધિકારીનું મોત થયું છે.
પોલીસ કમિશનર રિચર્ડ ચેમ્બર્સે જણાવ્યું હતું કે કારના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. બક્સટન સ્ક્વેરને કોર્ડન કરવામાં આવ્યું હતું જ્યારે દ્રશ્યની તપાસ કરવામાં આવી હતી.
Leave a Reply